Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રોજગારીના મહત્વના સામાજીક મુદ્વા પર સંશોધન બદલ અમેરિકાના ત્રણ વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર

૨૦૨૧નો અર્થશાસ્ત્રનો નોબેલ પારિતોષિક ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એંગ્રીસ્ટ, અને ગુડ્ડો ડબ્લ્યુ ઇમ્બેન્સને સંયુકત રીતે મળ્યો

નવી દિલ્હી :  ૨૦૨૧નો અર્થશાસ્ત્રનો નોબેલ પારિતોષિક ડેવિડ કાર્ડ, જોશુઆ ડી એંગ્રીસ્ટ અને ગુડ્ડો ડબ્લ્યુ ઇમ્બેન્સને સંયુકત રીતે મળ્યો છે. નોર્વેની નોબેલ સમિતિએ સોમવારે જાહેરાત કરતા જણાવ્યું કે આ ત્રણેય અમેરિકી અર્થશાસ્ત્રીઓને રોજગારી જેવા મહત્વના સામાજીક મુદ્વા પર સંશોધન બદલ નોબેલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. કેનેડામાં જન્મેલૈ ડેવિડ કાર્ડેને લેબર ઇકોનોમિકસ, મૂળ ઇઝરાયલી અમેરિકી જોશુ ડી એગ્રીસ્ટ અને ડચ અમેરિકી ગુડ્ડો ડબ્લ્યુ ઇમ્બ્રન્સે લેબર માર્કેટ અને નેચરલ એકસપેરિમેન્ટસનું વિશ્લેષણ કર્યુ હતું.

અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારને અધિકારિક રીતે સ્વેરિજેજ રિકસબેંક પુરસ્કાર કહેવામાં આવે છે તેની શરુઆત ૧૯૬૮માં થઇ હતી. નોબેલ પુરસ્કારોની જુદી જુદી કેટેગરીઓમાં અર્થશાસ્ત્ર ક્ષેત્રને ખૂબજ મોડેથી સામેલ કરવામાં આવ્યો છે. મીનિમમ વેજની લેબર માર્કેટ પર થતી અસર, ઇમિગ્રેશન અને એજયુકેશન પર સાયન્ટિફિક ફ્રેમવર્ક કરીને ડેવિડ કાર્ડે ખૂબજ અગત્યનું સંશોધન કર્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ કેલિફોર્નિયા યુનિવર્સિટી ઓફ બર્કલીના નોબેલ પુરસ્કારની કુલ રકમની અડધી ડેવિડકાર્ડને આપવામાં આવશે જયારે બાકીના અડધા ભાગની રકમ જોશુઆ ડી એંગ્રીસ્ટ અને ગુડ્ડો ઇમ્બેન્સને વહેંચવામાં આવશે. જોશુઆ ટી એંગીસ્ટ માસાચ્યૂસેટસ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી અને ગુડ્ડો ઇમ્બેન્સ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. ડેવિડ કાર્ડે તેમના સંશોધનમાં સોસાયટીને કેટલાક પાયાના સવાલો ઉભા કર્યા છે. જયારે જોશુઆ અને ઇમ્બેન્સે સંયુકત રીતે નેચરલ એકસપેરિમેન્ટસમાં મેથેડોલોજીકલ યોગદાન આપ્યું છે. ડેવિડ કાર્ડે ન્યૂ જર્સી અને પૂર્વ પેનિસિલવેનિયાની રેસ્ટોરન્ટસમાં મિનિમમ વેજનો સ્ટડી કર્યો હતો. ડેવિડ અને તેમના સ્વ સંશોધક સહાયક એલન ક્રુએજરે શોધ્યું કે મિનિમમ વેજ રોજગારી પર કોઇ જ પ્રતિકૂળ અસર કરતું નથી

 

(12:24 am IST)