Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

IPL -2020 :કોલકાતા નાઈટ રાઈડર્સનો 112 રનમાં કડૂસલો : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 82 રને હરાવ્યું

એબી ડિવિલિયર્સે 23 બોલમાં 73 રન ફટકાર્યા :વિરાટે 28 બોલમાં 33 રન કર્યા

 

શારજાહ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાય રહેલી IPLની 28મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતાને 82 રને પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બેંગલોરે 194 રન કર્યા હતા. જવાબમાં કલકત્તાએ 20 ઓવરમાં 9 વિકેટે 112 રન કરી શક્યું. સાથે બેંગલોર લીગમાં સતત બીજી મેચ જીત્યું છે.

શારજાહ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાય રહેલી IPLની 28મી મેચમાં બેંગલોરે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી. જેમાં બેંગલોરે કલકત્તા સામે 20 ઓવરમાં 2 વિકેટના નુંકસાન પર 194 રન કર્યાં અને કલકત્તાને જીત માટે 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો

બેંગલોર તરફથી એબી ડિવિલિયર્સે 23 બોલમાં 5 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 73 રન કર્યાં. તેણે પોતાના IPL કરિયરની 36મી અર્ધી સદી ફટકારી છે. સિવાય વિરાટ કોહલીએ 28 બોલમાં 1 ફોરની મદદથી 33 રન કર્યાં.

દેવદત્ત પડિક્કલે 23 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 32 રન કર્યાં. આરોન ફિંચે 37 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 47 રન કર્યા હતા. કોલકાતા માટે આન્દ્રે રસેલ અને પ્રસિદ્ધ કૃષ્ણે 1-1 વિકેટ લીધી. આન્દ્રે રસેલે T-20માં 300 વિકેટ પૂરી કરી છે.

(12:03 am IST)