Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

હવે બાંગ્લાદેશમાં દુષ્કર્મીઓને મળશે ફાંસી: કેબિનેટ બેઠકમાં બિલને મંજૂરી

બળાત્કારની વધતી ઘટનાઓથી જનાક્રોશ ફેલાતા સરકારે પ્રસ્તાવને મંજૂરી આપી

ઢાકા : બાંગ્લાદેશમાં પણ બળાત્કારની ઘટના વધતા લોકોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે હવે બાંગ્લાદેશની સરકારે બળાત્કારનાં કેસમાં સીધી ફાંસી જ આપવાનો નિર્ણય કર્યો છે અને કેબિનેટે આ પ્રસ્તાવને મંજુરી પણ આપી દીધી છે, પહેલા બળાત્કારીને વધુમાં વધું ઉમરકેદની સજા થતી હતી. મંત્રીમંડળનાં પ્રવક્તા ખાંડકર અનવારૂલ ઇસ્લામે જણાવ્યું કે રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ મહિલા અને બાળ ઉત્પિડન કાયદામાં સુધારા સંબંધિત વટહુકમ જારી કરી શકે છે, કેમ કે સંસદનું સત્ર ચાલી રહ્યું નથી .

આ સુધારાનો સંપુર્ણ મુસદ્દો જાણી શકાયો નથી પરંતું ઇસ્લામે જણાવ્યું કે કેબિનેટ આ પ્રસ્તાવ પર સંમત હતી કે બળાત્કારનાં કેસની સુનાવણી ઝડપી થાય, વર્તમાન કાયદામાં વિલંબ થતો હતો, જો કે જે કેસમાં પિડિતાનું મોત થઇ જાય છે તે કેસમાં જ ફાંસીની સજાની મંજુરી આપવામાં આવી છે.

કાયદા પ્રધાન અનીસુલ હકે કહ્યું કે રાષ્ટ્રપતિ મંગળવારે વટહુકમ જારી કરી શકે છે, તાજેતરનાં સપ્તાહમાં હિંસક યૌન હુમલા બાદ રાજધાની ઢાકામાં તથા અન્ય શહેરોમાં જબરદસ્ત પ્રદર્શનો થયા, એક મહિલા સંગઠનનાં જણાવ્યા પ્રમાણે દેશમાં જાન્યુઆરી થી ઓગસ્ટ સુધીમાં બળાત્કારની 889 ઘટનાઓ બની, અને તેમાં 41 પિડિતાઓનું મોત થયું છે.

તાજેતરમાં જ ફેશબુક પર એક વિડિયો વાયરલ થયો હતો જેમાં દક્ષિણ-પુર્વી જીલ્લાની એક મહિલાને નિર્વસ્ત્ર કરીને કેટલાક લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, ત્યાર બાદ જનાક્રોસ ભડકી ઉઠ્યો હતો. અન્ય એક ઘટનામાં એક મહિલાને કારમાંથી ઢસડીને કોલજની ડૌર્મેટ્રીમાં લઇ જવામાં આવી અને ત્યાર બાદ તેના પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો

(9:16 pm IST)