Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ચાઇનાના લદ્દાખ બોર્ડર સાથે જોડાયેલા 44 પુલને વીડિયો કોન્ફરન્સ દ્વારા રક્ષામંત્રી રાજનાથસિંહે દેશને સમર્પિત કર્યા

અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં રૂ. 66 કરોડના ખર્ચે બનાવાયા:, નેચિફુ ટનલનો શિલાન્યાસ પણ કર્યો

 નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સોમવારે, ચાઇનાના લદ્દાખ બોર્ડર સાથે જોડાયેલા 44 પુલને વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશને સમર્પિત કર્યા છે. આ તમામ પુલ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં રૂ. 66 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આમાં લદ્દાખના આઠ પુલો પણ શામેલ છે. જે વ્યૂહાત્મક અને રણનીતિક રીતે ઘણા મહત્વપૂર્ણ છે. આ પુલો સશસ્ત્ર દળના સૈનિકો અને શસ્ત્રોની આવન-જાવનમાં મોટી મદદ કરશે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) દ્વારા તમામ પુલો બનાવવામાં આવ્યા છે. આ સાથે સંરક્ષણ પ્રધાને અરૂણાચલ પ્રદેશના તવાંગ જતા એક મહત્વપૂર્ણ માર્ગ પર, નેચિફુ ટનલનો શિલાન્યાસ પણ કર્યો હતો.

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) આ 44 પુલમાંથી 10 પુલ જમ્મુ કાશ્મીરમાં બનાવ્યા છે. લદાખમાં 8, હિમાચલ પ્રદેશમાં 2, પંજાબમાં 4, ઉત્તરાખંડમાં 8, અરૂણાચલ પ્રદેશમાં 8 અને સિક્કિમમાં 4 પુલ બનાવ્યા છે. આ પુલોનુ ઉદ્ઘાટન એવા સમયે કરવામાં આવ્યુ છે, જ્યારે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે પાંચ મહિનાથી ગતિરોધ ચાલી રહ્યો છે. આ પુલમાંથી મોટાભાગના પુલ, એક્ટ્યુઅલ કંટ્રોલ લાઇન (એલએસી) તરફ જવાના માર્ગો પર બાંધવામાં આવ્યા છે. તેથી આ બધા પૂલો શરુ થવાથી, સરહદી ડુંગરાળ વિસ્તારની કનેક્ટિવિટી સરળ બનશે. સાથે જ આ બધા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોવાને કારણે, તેના દ્વારા સશસ્ત્ર દળોના સૈનિકો અને શસ્ત્રોની આવા ગમન માં મદદ થશે. ચીનની સરહદ પર તનાવને કારણે, ભારતીય સેના હાલમાં લદ્દાખથી અરુણાચલ અને ઉત્તરાખંડ અને સિક્કિમ સુધી સતર્કતા પર છે. આવી સ્થિતિમાં આ પુલોના નિર્માણ થી સૈન્યને ખૂબ જ મદદ કરશે.

સંરક્ષણ પ્રધાને મનાલી-લેહ માર્ગ નજીક દારચા ખાતે, 360 મીટર લાંબા પુલનુ ઉદ્ઘાટન પણ કર્યુ છે. દારચામાં બનેલો આ પુલ, અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે બનાવવામાં આવ્યો છે. વર્ષના ઘણા મહિનાઓ આ વિસ્તારમાં માઇનસમાં તાપમાન હોય છે. દારચામાં બનેલા આ બ્રિજ દ્વારા, ભારતીય સેના આ ક્ષેત્રમાં વ્યૂહાત્મક રીતે મજબુત બનશે. ચીન સાથેની તણાવ ની વચ્ચે બનેલો આ પુલ, લદ્દાખના ભાગોમાં મુવમેન્ટ માટે ખૂબ મહત્વનો સાબિત થશે. સંરક્ષણ પ્રધાને, અરૂણાચલ પ્રદેશના તવાંગ જતા મહત્વના માર્ગ પર, નેચિફુ ટનલનો શિલાન્યાસ પણ કર્યો હતો. બીઆરઓ પણ તેનુ નિર્માણ કરશે. જેની મદદથી સૈન્યને સરહદ પર જવાનુ વધુ સરળ બનશે.

એક તરફ સીમા પર જવાનોની તૈનાતી વધારી દેવામાં આવી છે. જયારે બીજી બાજુ, સીમાવર્તી સ્થળોએ પહોચવા માટે,ઇન્ફાસ્ટ્રકચર પર ભાર મુકાઇ રહ્યો છે. જેના પગલે આ 44 પૂલોના, દેશને સમર્પણ થી, ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે

(1:44 pm IST)