Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

શહેરમાં બપોર સુધીમાં નવા ૩૧ કેસ

અત્યાર સુધીમાં ૨.૭૪ લાખ લોકોનું ટેસ્ટીંગમાં કુલ ૭૨૯૫ સંક્રમિત થયા : કુલ ૬૧૯૧ દર્દીઓએ કોરોનાને હરાવતા રિકવરી રેટ ૮૫.૨૨ ટકા થયો

રાજકોટ,તા.૧૨: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટતુ જાય છે ત્યારે શહેરમાં  બપોર સુધીમાં ૩૧ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૭૨૯૫  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૬૧૯૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૫.૨૨ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૭૧૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૧  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૩૭ ટકા થયો  હતો. જયારે ૧૦૧ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૭૪,૮૬૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૭૨૯૫ સંક્રમીત થતા પોઝિટિવ રેટ૨.૬૪  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની પરિસ્થિતિએ અંબિકા ટાઉનશિપ-નાના મૌવા રોડ, ફાયર બ્રિગેડની સામે નિર્મલા કોન્વેેન્ટ રોડ, વિજયનગર-નવા થોરાળા, શ્રી કોલોની પંચવટી મેઇન રોડ- નવલનગર, સ્વપ્નસિદ્ધિ પાર્ક - એરપોર્ટ રોડ, જયરાજ પ્લોટ- કેનાલ રોડ, જીવનનગર-રૈયારોડ, ચંપકનગર - પેડક રોડ સહિતના વિસ્તારોમાં ૭૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

 ૧૭ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૮ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૧૭,૫૮૬ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૮ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.  જ્યારે રણછોડ નગર, વાલ્મિકી વાડી, રૈયા ગામ, પરસાણા, ઝુલેલાલનગર, જલારામનગર, રેસકોર્સ પાર્ક, કામેશ્વર, સોમનાથ-૩, હરિદ્વાર સોસાયટી સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૦૧૬ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:28 pm IST)