Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

વિજળી ગુલ થતા મુંબઇ થંભી ગયુ

મુંબઇમાં વિજળી સંકટ : ગ્રીડ ફેલ થતાં શહેરના અનેક વિસ્તારોમાં બત્તી ગુલ : તપાસના આદેશો : શહેરમાં અફડાતફડી : લોકલ ટ્રેનો થંભી ગઇ : લાખો લોકો ફસાયા : હાઇકોર્ટ - હોસ્પિટલમાં કામકાજને અસર : પરીક્ષા રદ્દ અઢી કલાક બાદ વિજળી બહાલ

મુંબઇ તા. ૧૨ : દિવસે - રાતે ચાલતી મુંબઇની રફતાર આજે સવારે રોકાઇ જતા અફડા-તફડીનો માહોલ શરૂ થયો છે. ગ્રિડ ફેઇલ થવાથી મુંબઇ, નવી મુંબઇ, થાણેના વધુ પડતા વિસ્તારોમાં વીજળી ગુલ થતાં સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મુંબઇની લાઇફલાઇન લોકલ ટ્રેન પણ રોકાઇ જતા લોકોમાં હાહાકાર મચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે કોવિડ હોસ્પિટલો અને સ્ટોક એક્ષચેન્જ પર હાલમાં તેની કોઇ અસર જોવા મળી નથી. બીજીબાજુ એરપોર્ટ પર પણ સંચાલન થઇ રહ્યું છે. હજુ પણ વીજળી શરૂ કરવામાં ૨ કલાકથી વધુનો સમય લાગશે.

આ ઉપરાંત હાઇકોર્ટની સુનાવણી રદ્દ થઇ છે અને મુંબઇ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી છે તેમજ ઉધ્ધવ સરકારે આ અંગેના તપાસના આદેશ આપ્યા છે તેમજ અમિતાભ બચ્ચને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

મુંબઈ મહાનગરી વિસ્તારમાં ગ્રિડ ફેઇલ થઈ ગઈ છે. મુંબઈ ટાઉનશિપમાં વીજળી પુરી પાડનારી કંપની બેસ્ટએ કહ્યું કે વીજળીને પુરી પાડનાર પ્લાન્ટમાંથી ગ્રિડ ફેઈલ થઈ ગઈ છે. મુંબઈના પૂર્વ, પશ્યિમ, ઉપનગર અને ઠાણેના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકલ પર પણ તેની અસર પડી છે.

બેસ્ટ ઈલેકિટ્રકસિટી તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં ટાટા કડુનામાં ગ્રિડ ફેલ થવાના કારણે વીજળી પહોંચાડવામાં સમસ્યા આવી રહી છે. અસુવિધા સર્જાઈ છે. કયાં સુધી ઙ્ગઆ સમસ્યાનું નિવારણ આવશે તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. બાંદ્રા, કોલાબા, માહિમ વિસ્તારમાં સવારે ૧૦ વાગ્યાથી વીજળી ગુલ છે.

મુંબઈ પ્રણાલીની વીજળી પૂર્તી માટે લાઈન અને ટ્રાન્સફોર્મર ઙ્ગપર કેટલાય ટ્રિપિંગ છે. મુંબઈમાં ૩૬૦ મેગા વોટની આપૂર્તી પર અસર પડી છે. આખા મુંબઈમાં વીજળી ગઈ છે તેને ફરી સ્થાપિત કરવાનુ કામ ચાલુ છે.

ગ્રિડ ફેઈલ થવાના કારણે મુંબઈ લોકલ પર અસર પડી છે. જયાં જયાં લોકલ ઉભી છે. રેલવેના ચીફ પબ્લિકેશન રિલેશન ઓફિસરે કહ્યું કે ગ્રિડ ફેલ થવાના કારણે મુંબઈ લોકલ ટ્રેનની સેવા રોકવામાં આવી છે. વીજળી આવતા સેવા ફરી શરુ કરવામા આવશે.

(3:01 pm IST)