Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોનાએ બધાના શ્વાસ કર્યા અઘ્ધર તો ઓકિસજનની ડિમાન્ડમાં પાંચ ગણો વધારો

ભારતમાં ૬૦૦૦ ટન ઓકિસજન ઉત્પાદન થાય છે જયારે હાલની જરૂરિયાત ૨૯૬૦૦ ટન

નવી દિલ્હી, તા.૧૨: દેશભરમાં કોરોનાના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે દેશમાં ઓકિસજનની માંગ ઉછાળો જોવા મળ્યો છે અચાનક ૫ ગણી ડિમાન્ડ ઉભી થઇ ગઈ છે ઓકિસજન સિલિન્ડરો પૂરતી કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજયોની નજર હોવા છતાં ઓકિસજનની પૂરતી કરવામાં મુશ્કેલી આવી રહી છે.

ભારતમાં ૬ હજાર ટન ઓકિસજન ઉત્પાદન થાય છે જયારે વર્તમાન સ્થિતિ જોતા ડિમાન્ડ ૨૯૬૦૦ ટન ઓકિસજનની છે. અંદાજે ૫૦૦૦ ટન જેટલા ઓકિસજનની ડિમાન્ડ વધી ગઈ છે. ૪૫૯ હોસ્પિટલમાં ઓકિસજનની ડિમાન્ડ પુરી કરવા માટે ૧૫૫૦ ટેન્કર હાલમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બધા જ ટેન્કર ભારતીય કંપનીઓ પાસેથી ખરીદવામાં આવ્યા છે આ ઉપરાંત ઔદ્યોગિક કંપની પાસે ૫ લાખ જેટલા સિલેન્ડર ઉપલબ્ધ છે જેનો ઉપયોગ હોસ્પિટલ માટે થઇ શકે છે.

૩૦ થી ૩૫% મોંઘો થયો ઓકિસજન

સરકારી હોસ્પિટલોમાં હાજી ઓકિસજનની સ્થિતિ અંદાજિત સારી છે પરંતુ જો પ્રાઇવેટ હોસ્પિટલોની વાત થાય તો ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિયેશન( ભ્ણ્ખ્ફખ્ ) અનુસાર ઓકિસજનની કિંમતમાં ૩૦ થી ૩૫્રુ જેટલો વધારો નોંધવામાં આવ્યો છે.

ભારતના અનેક રાજયોની સ્થિતિ ઓકિસજન બાબતે ખાસ્તા છે ત્યારે તામિલનાડુના બેંગ્લોરમાં ઓકિસજન પૂરતી માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. તામિલનાડુની સરકારી મેડિકલ કોલોજોમાં ઓકિસજન સ્ટોરેજ ક્ષમતા ૧૦ ગણી વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં ૪૦ હજાર લીટર ટેન્ક ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાતમાં ૧૩ હજાર લીટરના મોટા ટેન્ક લગાડવામાં આવ્યા છે.

કોરોનાની મહામારીને ધ્યાનમાં લેતા દર્દીઓની સારવાર માટે સૌથી મહત્વનું હોય તે છે ઓકિસજન અને હાલમાં ઓકિસજનની માંગ એટલી વધી ચુકી છે તેને પૂરું પાડવાનું કામ પણ અનેક રીતે મુશ્કેલ બની શકે તેમ છે. રાજય સરકારે ઓકિસજન પૂર્તિ માટે અનેક નિયમો પણ જાહેર કરી દીધા છે. ખાદ્ય અને ઔષધિ નિયમન વિભાગણા મુખ્ય ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે આ નિયમ અનુસાર માત્ર ૫૦્રુ ઓકિસજન જ ઉદ્યોગોને ફાળવવામાં આવશે આ ઉપરાંત જો દર્દીની સારવાર માટે જરૂરિયાત જણાશે તો મેડિકલ કોલેજો અને હોસ્પિટલોને પ્રાથમિકતા આપવામાં આવશેમ

આ આદેશનું પાલન ન કરનારા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશેમ કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ જણાવવામાં આવી છે. જેમાં ૬ મહિનાની જેલ અને કેદની સજા પણ થઇ શકે છે. ડો. કોશિયા એ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં ઓકિસજનની ડિમાન્ડ ૨૫૦ ટન છે જયારે ઓકિસજન લાયસન્સ ધારક માત્ર ૫૨ જ છે. રાજયમાં ઔદ્યોગિક ઓકિસજનના ૫૦ ઉત્પાદક છે. મેડિકલ કોલેજોમાં ઓકિસજનની વધતી ડિમાન્ડને જોઈને સરકારે આ નિયમ જાહેર કરવામાં આવ્યો છે.

(3:32 pm IST)