Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બપોર સુધીમાં ૪૬ કેસઃ કુલ આંક ૪૨૯૫

ગઇકાલે ૮૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ૨૬૮૮ ડીસ્ચાર્જ થતા રિકવરી રેટ ૬૩.૨૬ ટકા થયો

રાજકોટ,તા.૧૨: શહેરમાં આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૬ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૨૯૫  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૨૬૮૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૬૩.૨૬ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૫૦૦૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૯ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૯૭ ટકા થયો  હતો. જયારે ૮૯ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૧૬,૯૮૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૬૮૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૩  ટકા થયો છે.

(2:56 pm IST)