Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ન્‍યૂક્‍લિયરથી જોડાયેલા દસ્‍તાવેજોની તપાસ માટે પહોંચી હતી FBI

એફબીઆઇએ ત્‍યાંથી દસ્‍તાવેજોથી ભરેલા એક બોક્‍સને જપ્ત કર્યું હતું. આ કાર્યવાહીને જાણી જોઇને તે સમ્‍યે અંજામ આપવામાં આવ્‍યો હતોઃ જ્‍યારે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઘરે ન હતા

ડોનાલ્‍ડ ટ્રંપના ઘરે રેડમાં ખુલાસોવોશીંગ્‍ટન, તા.૧૨:અમેરિકાના પૂર્વ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રંપના ઘર પર અમેરિકી ફેડરલ એજન્‍ટની રેડને લઇને એક મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ફેડરલ એજન્‍ટ એજન્‍ટ કથિત રીતે પરમાણુ હથિયારો સાથે સંબંધિત દસ્‍તાવેજોની તલાશમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ઘરે રેડ પાડવામાં આવી હતી. વોશિંગ્‍ટન પોસ્‍ટે ગુરૂવારે આ સંબંધમાં ખુલાસો કરતાં જણાવ્‍યું કે એ સ્‍પષ્ટ નથી કે પામ બીચમાં પૂર્વ રાષ્‍ટ્રપતિના માર-એ-લાગો રિસોર્ટ્‍માંથી એવા દસ્‍તાવેજ મળ્‍યા કે નહી. તો બીજી તરફ ટ્રમ્‍પ અને ન્‍યાય વિભાગે પણ પરમાણુ હથિયારો સાથે સંબંધિત દસ્‍તાવેજોની શોધ પર કોઇ સાર્વજનિક જાહેરાત કરી નથી.

આ પહેલાં ગુરૂવારે ન્‍યાય વિભાગે એક ન્‍યાયાધીશ પાસે તે વોરન્‍ટને સાર્વજનિક કરવા માટે કહ્યું જેણે ટ્રમ્‍પના ઘરે એફબીઆઇ રેડને અધિકળત કરી. ઘણા લોકો તેને રાજકીય બદલો ગણાવી રહ્યા હતા. અટોર્ની જનરલ મેરિક ગારલેંડએ કહ્યું કે તે ચાલી રહેલી તપાસના વિવરણ પર ચર્ચા ન કરી શકે, પરંતુ તેમણે વ્‍યક્‍તિગત રૂપથી સર્ચ વોરન્‍ટ પર પોતાની વાત રજૂ કરી. તેમણે સંવાદદતઓને  કહ્યું કે હું વ્‍યક્‍તિગતરૂપથી આ મામલે સર્ચ વોરન્‍ટ લેવાના નિર્ણયને મંજૂરી આપી છે. વિભાગ આ પ્રકારના નિર્ણયમાં હળવાશમાં લેતો નથી.ઁ

તમને જણાવી દઇએ કે એફબીઆઇએ તાજેતરમાં ટ્રમ્‍પના ફ્‌લોરિડા સ્‍થિત માર-એ-લાગો ઘર પર રેડ પાડવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર આ દરમિયાન એફબીઆઇએ ત્‍યાંથી દસ્‍તાવેજોથી ભરેલા એક બોક્‍સને જપ્ત કર્યું હતું. આ કાર્યવાહીને જાણીજોઇને તે સમ્‍યે અંજામ આપવામાં આવ્‍યો હતો, જ્‍યારે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ઘરે ન હતા. ઓફિસરોનું માનવું હતું કે ટ્રમ્‍પને હાજરીમાં રેડ પાડવાની કાર્યવાહી -ભાવિત થઇ શકે છે અને તેને મુદ્દો બનાવીને તેનો રાજકીય લાભ લઇ શકે છે. જોકે પહેલાં એ કહેવામાં આવ્‍યું છે કે રેડ રાષ્‍ટ્રપતિ કાર્યાલય સાથે જોડાયેલા સત્તાવાર કાગળોની શોધખોળ માટે પાડવામાં આવી છે, જેને ટ્રમ્‍પ પોતાની સાથે લઇ ગયા હતા.

(4:29 pm IST)