Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ઓડીશામાં ભારે વરસાદ : અંતિમવિધી માટે મૃતદેહોને છાતી સમા પાણીમાંથી લઇ જવો પડયો

ઓડીશામાં છેલ્લા કેટલાક દિવસથી મુશળધાર વરસાદ છે. જેથી નદી-નાળામાં પુર આવ્‍યા છે. દરમિયાન કાલાહાંડી જીલનો એક વિડીયો ભારે વાયરલ થયો છે. વિડીયોમાં કેટલાક લોકો મૃતદેહને છાતી સમા પાણીમાં લઇને અંતિમક્રિયા માટે નાલુ પાર કરતા નજરે પડે છે. ગોલામુંડાના સાંતારાણા નામના વ્‍યકિતનું અવસાન થતા તેના પરિવારજનો મૃતદેહને નાલાની સામેની તરફ આવેલ સ્‍મશાનમાં લઇ જતા નજરે પડયા હતા.

(4:27 pm IST)