Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

પરમાણુ હથિયારો બાળ તેના અતિ સંવેદનશીલ દસ્‍તાવેજોની શોધમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પને ત્‍યાં એફબીઆઈ ત્રાટકેલી

ટ્રમ્‍પના ફલોરીડા સ્‍થિત મકાનમાંથી આ દસ્‍તાવેજો અનિચ્‍છનીય તત્‍વોના હાથમાં ચાલ્‍યા જવાનો ભય હતો

વોશીંગ્‍ટન : અમેરીકાના ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ઘરે પડાયેલ દરોડાઓ બાબતે મોટો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં જાણવા મળ્‍યું છે કે એફબીઆઇની ટીમે પરમાણું હથિયારો સંબંધિત દસ્‍તાવેજોની તલાશમાં દરોડા પાડયા હતા.

ટ્રમ્‍પના ઘરે પડેલા દરોડા બાબતે વોશીંગ્‍ટન પોસ્‍ટે આવો દાવો કર્યો છે. એફબીઆઇનું ધ્‍યાન રાખનાર  અમેરિકન ન્‍યાય વિભાગ કે પછી તપાસ એજન્‍સીએ  વોશીંગ્‍ટન પોસ્‍ટના દાવાની પુષ્‍ટીકે ખંડન નથી કર્યું. સરકારી અધિકારીઓને ચિંતા એ છે કે આ દસ્‍તાવેજો ટ્રમ્‍પના ફલોરીડ સ્‍થિત ઘર પરથી ખોટા હાથોમાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે એફબીઆઇએ ગત સોમવારે ટ્રમ્‍પના ફલોરિડા ખાતેના ઘર માર-એ લાગો પર દરોડો પાડયો હતો. કહેવાઇ રહ્યુ હતુ કે દરોડો ટ્રમ્‍પના રાષ્‍ટ્રપતિ કાળ વખતના દસ્‍તાવેજો બાબતે પડાયો હતો. અમેરિકાના ન્‍યાય વિભાગે સરકારી દસ્‍તાવેજોના હેન્‍ડલીંગ બાબતે ટ્રમ્‍પ વિરૂધ્‍ધ તપાસ માટે કહ્યું હતું. એફબીઆઇએ ટ્રમ્‍પે ઘણા દસ્‍તાવેજો ગાયબ કરી દીધા છે. આ દરોડો ટ્રમ્‍પ ઘરે નહોતા ત્‍યારે પડાયો હતો.

ટ્રમ્‍પે પોતાના ઘેર પડાયેલ દરોડાને રાજકારણથી પ્રેરીત ગણાવ્‍યો હતો. ટ્રમ્‍પે   એક સ્‍ટેટમેન્‍ટમાં કહ્યું કે અમેરિકાના કોઇ  રાષ્‍ટ્રપતિ સાથે આવુ પહેલા કયારેય નથી થયું. તેમણે કહ્યું કે સરકારી અધિકારીઓને પુરો સહકાર આપવા છતા દરોડો પાડવામાં આવ્‍યો જે યોગ્‍ય નથી. ટ્રમ્‍પે કહ્યુ કે દરોડની આ કાર્યવાહી ન્‍યાયી પ્રણાલીનો દૂરૂપયોગ છે.

(3:53 pm IST)