Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

' અક્ષય પાત્ર ' : ભારતની સરકારી સ્કૂલોમાં ભણતાં 18 લાખ જેટલા બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર પુરુ પાડતુ ફાઉન્ડેશન : ભૂખને કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત રહેવું ન જોઈએ તેવી નેમથી કાર્યરત ફાઉન્ડેશનના ઉપક્રમે આવતીકાલ 13 ઓગસ્ટ 2022 ના રોજ ' ફંડ રાઇઝર એન્ડ ગાલા પ્રોગ્રામ ' : અમેરિકાના હ્યુસ્ટન ચેપટરના ઉપક્રમે આયોજિત પ્રોગ્રામમાં ' સાંજ સંજીવની મ્યુઝિકલ ગ્રુપ ' દ્વારા લતાજીના ગીતો માણવાની તક

હ્યુસ્ટન : ' અક્ષય પાત્ર ' એ ભારતની સરકારી સ્કૂલોમાં ભણતાં 18 લાખ જેટલા બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર પુરુ પાડતુ ફાઉન્ડેશન છે. ભૂખને કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત રહેવું ન જોઈએ તેવી નેમથી કાર્યરત ફાઉન્ડેશનના ઉપક્રમે આવતીકાલ 13 ઓગસ્ટ 2022 ના રોજ અમેરિકાના હ્યુસ્ટન ચેપટરના ઉપક્રમે ' ફંડ રાઇઝર એન્ડ ગાલા પ્રોગ્રામ 'નું આયોજન કરવામાં આવ્યું છે.

વી.પી.એસ.એસ. હોલ ,11715 ,બેલફોર્ટ વિલેજ ,હ્યુસ્ટન ટેક્સાસ મુકામે આયોજિત પ્રોગ્રામમાં  ' સાંજ સંજીવની મ્યુઝિકલ ગ્રુપ ' દ્વારા લતાજીના ગીતો માણવાની તક મળશે.જેમાં ચિરાગ પંચાલ -સિંગર કીબોર્ડ દ્વારા લતાજીના ગીતો પેશ કરાશે . જેમને તબલાથી પ્રસાદ ,ઓક્ટોપેડથી રૂપેશ ,કીબોર્ડથી પ્રશાંત ,સિતારથી ઝુબેર ,કોંગો ઢોલકથી મિતેષ ,સોલો વાયોલિનથી રાજુ ,તથા ફ્લ્યુટથી યુગેન્દર સાથ આપશે.સાંજે 6 -30 થી 8 -00 વાગ્યા દરમિયાન વેજિટેરિયન ડિનર બાદ મ્યુઝિક પ્રોગ્રામ શરૂ થશે.જે માટે ટિકિટના દર 100 ડોલર ,50 ડોલર તથા 35 ડોલર રાખવામાં આવ્યા છે.

ટિકિટ માટે Akshay Patra Houston ,Houston Cheptar ,Sanjivani 2022 Benefit Concert (ticketspice.com) નો સંપર્ક સાધવા જણાવાયું છે.

વિશેષ માહિતી શ્રી સંજીવ યમદગ્નિ 832 -423 -5594 ,શ્રી અશોક શાહ 832 -518 -9938 ,શ્રી સમ્રાટ બેરો 832 -250 -2272 ,સુશ્રી જાગૃતિ સરકાર 832 -855 -2053 અથવા APusaHouston@gmail.com દ્વારા મેળવી શકાશે.

' અક્ષય પાત્ર ' એ વિશ્વનું સૌથી મોટું બિન સાંપ્રદાયિફાઉન્ડેશન છે. જે ભારતની સરકારી સ્કૂલોના 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના 18 લાખ બાળકોને દરરોજ અમર્યાદિત પ્રમાણમાં બપોરનું સાત્વિક ભોજન પૂરું પાડે છે. જેમાં તમે બાળક દીઠ માત્ર 20 ડોલર આપીને એક બાળકને આખું વર્ષ ભોજન કરાવવામાં નિમિત્ત બની શકો છો.આ પ્રોગ્રામ ભારતના 14 રાજ્યોમાં વ્યાપ્ત છે.તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)