Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ચોખા ભરેલ મોટા બાચકામાં ઇંગ્લીશ દારૃની હેરાફેરી કરતા ઇસમને પકડી પાડી કિમીયાને નિષ્ફળ બનાવતી કોડીનાર સર્વેલન્સ સ્કવોડ

કોડીનાર, તા. ૧૨ : સર્વેલન્સ સ્કવોડના પો.હેડ કોન્સ. લલીતભાઇ બાવકાભાઈ તથા વિપુલભાઇ હમીરભાઇ તથા દિનેશભાઇ ધીરૃભાઇ તથા રમેશભાઇ ભીમાભાઇ તથા વિજયભાઇ અરજનભાઇ તથા પો.કોન્સ. દિનેશભાઇ કાનાભાઇ તથા નંદિશભાઇ જેસીંગભાઇ તથા ક્રુપાલસિહ અતુલસિંહ તથા જગદિશભાઇ રામસિંગભાઇ એ રીતેના પો.સ્ટાફ કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.કોન્સ દિનેશભાઇ કાનાભાઇ તથા નંદિશભાઇ જેસીંગભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે ઉના તરફથી એક છકડો રીક્ષા ચાલક છકડો રીક્ષામાં વિદેશી દારૃ લઇ આવે જેથી સર્વેલન્સ સ્કોડ કોડીનાર ઉના બાયપાસ ચોકડી પાસે વોચમાં હતા.

તે દરમ્યાન ઉપરોકત બાતમી હકીકત વાળા શાહનવાજ ઉર્ફે નવાજ યુસુબભાઇ બાહરૃની-સૈયદ  ઉ.વ.૨૮ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે.દેલવાડા ઠે.ચોરવાડી શેરી તા.ઉના વાળા હકીકત મુજબ છકડો રીક્ષામાં ચોખાના મોટા બાચકા સાથે પકડી પાડી ચોખાની વચ્ચે પ્લા.ના નાના બાચકામાં ભારતીય બનાવટના વિદેશી દારૃની બોટલો સીગ્રામ ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કી બોટલ નંગ-૩૦ કિ.રૃ.૧૨,૦૦૦/- તથા તથા સદરહુ દારૃની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ છકડો રીક્ષા ની કિ.રૃ.૫૦,૦૦૦/-તથા ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૃ.૫૦૦૦/-મળી કુલ કિ.રૃ.૬૭,૦૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો રજી. કરાવેલ.

(12:51 pm IST)