Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'રેવડી કલ્ચર' પર જવાબ આપતા કેજરીવાલનો પલટવાર : કહ્યું - સામાન્ય પ્રજા છેતરાયાનો અહેસાસ કરી રહ્યો છે

કેન્દ્ર સરકારે ગરીબોના ભોજન પર ટેક્સ લાદયો છે જ્યારે મોટા ઉદ્યોગપતિઓની 5 લાખ કરોડની લોન માફ કરી દેવામાં આવી : કેજરીવાલ

નવી દિલ્લી તા.11 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર ઉપર વળતો પ્રહાર કર્યો છે. PM મોદીના 'રેવડી કલ્ચર' વાળા કટાક્ષ ઉપર જવાબ દેતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે, સામાન્ય માણસને છેતરાવાનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે કેન્દ્ર સરકારે ગરીબોના ભોજન ઉપર પણ ટેક્સ લગાવ્યો છે અને મોટા વ્યાપારીઓનું 5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે. 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે લોકોને ફ્રી મળતી સુવિધાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં તમામ મફત સુવિધાઓ બંધ કરી દેવી જોઈએ. શું કેન્દ્ર સરકારની આર્થિક સ્થિતિ બગડી નથી?

કેજરીવાલે કહ્યું કે જ્યારે કેન્દ્ર સરકાર અગ્નિપથ યોજના લાવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેને લાવવાની જરૂર હતી કારણ કે સૈનિકોના પેન્શન પરનો ખર્ચ એટલો વધી ગયો છે કે કેન્દ્ર સરકાર તેને ઉઠાવવામાં અસમર્થ છે. દિલ્હીના સીએમએ કહ્યું કે આઝાદી પછી પહેલીવાર એવું થઈ રહ્યું છે કે કોઈ સરકાર આવું બોલી રહી છે. કેન્દ્ર સરકારે 8મું પગારપંચ લાવવાનો પણ ઈનકાર કરી દીધો છે. કેજરીવાલે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર મનરેગા માટે પૈસા નથી અને આ વર્ષે તેમાં 25%નો ઘટાડો કરવામાં આવ્યો છે.

 

(10:58 pm IST)