Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શાકભાજી વેચનારી મહિલા મોરને ખવડાવતી હતી દાણા : આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

આનંદ મહિન્દ્રાએ શેર કર્યા બાદ ખૂબ જ વાયરલ થયો : અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધારે વખત જોવાઈ ચૂક્યો

મુંબઈ : દેશના ટોચના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં શાકભાજી વેચનારી મહિલા મોરને દાણા ખવડાવી રહી છે. આ વીડિયો ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન સમયાંતરે સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ સાથે આવા વીડિયો શેર કરતા રહે છે.

પહેલા તો આ તસવીર જોઈને વિચાર એ આવે કે, આ વીડિયોમાં એવું તે શું ખાસ છે? આ વીડિયોમાં એક શાકભાજી વેચનારી મહિલા મોરને દાણા ખવડાવી રહી છે. આ વીડિયો અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. આ વીડિયો 56 સેકન્ડનો છે. મહિલા શાકભાજીની ટોપલીએ લઈને બેઠી છે. એની પાસે એક મોર આવે છે. પછી મહિલા મોરને દાણા ખવડાવવાનું શરૂ કરે છે. જોકે, આ વીડિયો ઘણો જૂનો છે. જે આનંદ મહિન્દ્રાએ શેર કર્યા બાદ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની પોસ્ટ સાથે તેમણે એક કેપ્શન પણ લખ્યું છે. આ વીડિયો પર અનેક લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે એવું લખ્યું કે, ભારત માતા રાષ્ટ્રીય પંખીને દાણા ખવડાવી રહ્યા છે. ક્યા ખૂબસુરત નઝારા હૈ.

અન્ય એક યુઝરે એક વીડિયો શેર કર્યો હતો. જે વોટ્સએપની મદદથી મળ્યો હતો. આ યુઝરે લખ્યું કે, આ વીડિયો વોટ્સએપના માધ્યમથી મળ્યો હતો. જે માનવતા દર્શાવે છે. આશા છે કે, આપણે સૌ આવી સમજદારી વધુ પ્રાપ્ત કરીએ. બીજા એક યુઝરે એવી લખ્યું કે, ભારતની સંસ્કૃતિ જે પ્રાચીનકાળથી દર્શાવવામાં આવે છે. આ મહિલાએ એવા સમયે તે જીવંત કરી છે. જ્યારે આવી વસ્તુઓને દૂર દૂર સુધી અર્થહીન માનવામાં આવે છે.

(12:48 am IST)