Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

તાલિબાની આતંકીઓ કાબુલ નજીક પહોંચ્યા : ગજની બાદ હવે અફઘાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાત પર કબ્જો જમાવ્યો

તાલિબાન તરફથી કેટલાક ઓનલાઈન વીડિયો અને તસવીરો શેર કરાઈ

નવી દિલ્હી :  તાલિબાનના આતંકીઓ રાજધાની કાબુલ નજીક પહોંચી ગયા છે.તાલિબાને રાજધાની કાબુલ પાસે વ્યુહાત્મક દ્રષ્ટિથી ખુબ જ મહત્વના એવા ગજની પર કબ્જો જમાવ્યો અને હવે હેરાત ઉપર પણ કબજો જમાવ્યો છે. હેરાત અફઘાનિસ્તાનનું ત્રીજુ સૌથી મોટું શહેર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અફઘાનિસ્તાનની સિક્યુરિટી ફોર્સિસ અને પ્રશાસન કબજાવાળા સ્થાનથી પાછળ હટી ચૂક્યા છે.

અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનાની વાપસીને હજુ ગણતરીના અઠવાડિયા થયા છે અને આટલા ઓછા સમયમાં તાલિબાને હાહાકાર મચાવી દીધો છે. એવો દાવો થઈ રહ્યો છે કે તાલિબાને અફઘાનિસ્તાનના 60 ટકાથી વધુ હિસ્સાને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે.

ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ ગજની કાબુલથી 130 કિમી દૂર છે. અહીં તાલિબાનના આતંકીઓએ ઈસ્લામિક નિશાનવાળા શ્વેત ઝંડા લહેરાવ્યા છે. તાલિબાન તરફથી કેટલાક ઓનલાઈન વીડિયો અને તસવીરો શેર કરાઈ છે જેમાં તેના આતંકીઓ ગજની પ્રાંતની રાજધાની ગજનીમાં જોવા મળે છે. ગજની પર તાલિબાનનો કબજો અફઘાનિસ્તાન માટે મોટો ઝટકો છે. કાબુલ-કંધારને જોડનારો હાઈવે ગજનીમાંથી પસાર થાય છે. જેના કારણે કાબુલ દક્ષિણી પ્રાંતો સાથે જોડાયેલું રહે છે.

(11:26 pm IST)