Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ન્યાયતંત્રનું રક્ષણ કરતા સાવજોમાં એકની ઘટ થઇ : જસ્ટિસ રોહિંટન નરીમાનની નિવૃત્તિ પર ચીફ જસ્ટિસ એન.વી. રમણાનું ઉદબોધન : સાત વર્ષનો કાર્યકાળ પૂરતો નથી : તેમની અસાધારણ બુદ્ધિશક્તિ અને સત્યનિષ્ઠા આવનારી સદીઓ સુધી યાદ રહેશે : બારના સભ્યોનું મંતવ્ય

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ જસ્ટિસ રોહિંટન નરીમાનની નિવૃત્તિ પર યોજાયેલા વિદાય સમારંભમાં ઉદબોધન કરતા ચીફ જસ્ટિસ એન.વી. રમણાએ જણાવ્યું હતું કે ન્યાયતંત્રનું રક્ષણ કરતા સાવજોમાં એકની ઘટ થઇ છે.સાત વર્ષનો કાર્યકાળ પૂરતો નથી . આ તકે બાર સભ્યોએ જણાવ્યું હતું કે તેમની અસાધારણ બુદ્ધિશક્તિ અને સત્યનિષ્ઠા આવનારી સદીઓ સુધી યાદ રહેશે

સોલિસિટર જનરલ તુષાર મેહતા ,તથા જુદા જુદા સીનીઅર એડવોકેટ બાર મેમ્બર્સ SCBA પૂર્વ પ્રમુખ, વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવે વરિષ્ઠ વકીલ KV વિશ્વનાથન વરિષ્ઠ વકીલ PS નરસિંહ સહિતનાઓએ જસ્ટિસ રોહિંટન નરીમાનની કામગીરીને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ રોહિંટનએ સુપ્રીમ કોર્ટના 7 જુલાઈ 2014 થી 12 ઓગસ્ટ 2021 સુધીના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ રોહિંટનએ 500 થી વધુ ચુકાદા આપ્યા છે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)