Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શુભેન્દુ અધિકારીની ચૂંટણીને પડકારતી મમતા બેનર્જીની પિટિશન હાલની તકે હાથ નહીં ધરાય : શુભેન્દુ અધિકારીએ પોતાની વિરુદ્ધની પિટિશન બંગાળ બહારના રાજ્યમાં ચલાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે : શુભેન્દુના વકીલની દલીલને ધ્યાને લઇ 15 નવેમ્બર સુધી સુનાવણી મુલતવી

કલકત્તા : કલકત્તા હાઇકોર્ટમાં શુભેન્દુ અધિકારીની ચૂંટણીને પડકારતી બંગાળના ચીફ મિનિસ્ટર મમતા બેનર્જીની પિટિશન હાલની તકે હાથ નહીં ધરવાનું નક્કી કરાયું છે. જેના કારણમાં જણાવાયા મુજબ ભાજપ આગેવાન શુભેન્દુ અધિકારીએ પોતાની વિરુદ્ધની પિટિશન બંગાળ બહારના રાજ્યમાં ચલાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી છે તેથી શુભેન્દુના વકીલની દલીલને ધ્યાને લઇ સિંગલ જજ જસ્ટિસ શમ્પા સરકાર 15 નવેમ્બર સુધી સુનાવણી મુલતવી રાખવા સંમત થયા છે.

ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીની નજીકના સાથીદાર ગણાતા શુભેન્દુ અધિકારી 2020ની સાલમાં ભાજપમાં જોડાયા હતા અને 2021 ની સાલમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં તેમણે નંદીગ્રામ વિસ્તારમાંથી મમતા બેનર્જીને 1956 મતોથી હરાવ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:20 pm IST)