Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ટાટા ગ્રુપ હવે ઇન્ટરનેટ માર્કેટમાં ધમાકેદાર ઍન્ટ્રી કરશેઃ 5G લોન્ચ કરશેઃ સેમી કન્ડક્ટર બનાવશે

ટાટાની સર્વિસ જીયો અને સ્ટારલીંકને ટક્કર આપશે

 

TATA GROUP પણ હવે ઇન્ટરનેટ માર્કેટમાં આવી ગઇ છે. TATA કંપની ધીરે-ધીરે મોબાઇલ અને ઇન્ટરનેટની દુનિયામાં પગલું ભરી રહી છે.

TATA સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ, ઇન્ટરનેટની દુનિયામાં પોતાની જગ્યા બનાવતી જાય છે. જેમ-જેમ ડેટાનો વપરાશ વધ્યો છે તેની સાથે નવી-નવી કંપનીઓ પણ માર્કેટમાં પોતાનો પગ જમાવી રહી છે. જ્યાં એલન મસ્કના સ્ટારલીંકએ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો ત્યાં હવે TATA GROUP પણ આ માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. ટાટા કંપનીએ પોતાના આ કદમથી માત્ર સ્ટારલીંક જ નહીં પણ મુકેશ અંબાણીની RELIANCE JIOને પણ મોટો ઝટકો આપ્યો છે.

ટાટાની સેટેલાઇટ સર્વિસની માહિતી

TATAએ થોડાં સમય પહેલાં સેમીકંડક્ટર બનાવવાની જાહેરાત કરી હતી. આ સેમીકંડક્ટરને મોબાઇલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ બનાવવાંમાં આવે છે અને તેના જ ઉપયોગમાં લેવાશે. આ સિવાય કંપની 5G લૉન્ચ કરવા પર પણ કામ કરી રહી છે. ત્યાં તો હવે એવી પણ માહિતી મળી રહી છે કે ટાટા ગ્રુપ થોડા સમયમાં બ્રોડબેન્ડ સર્વિસ પણ લોન્ચ કરી શકે છે કે, જે સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ પર આધારિત હોય છે. સંભવત: આ માટે ટાટા ગ્રુપે TELESAT સાથે કોન્ટેક્ટ કર્યો છે.   જે 2024 સુધી ખુલ્લુ મુકાઇ શકે છે.

TATAની બ્રોડબેન્ડ સર્વિસ આપશે એલન મસ્ક અને JIOને ટક્કર

માર્કેટમાં JIOFIBER ચર્ચિત છે. યુઝર્સ તેની સ્પીડ અને સર્વિસથી ખુબ ખુશ છે. ત્યાં થોડા સમય પહેલા જ એલન મસ્કના સ્ટારલીંક સર્વિસની પણ ધોષણા થઇ છે. જે થોડાં સમયમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે.  એવામાં ટાટા ગ્રુપ પણ મેદાનમાં ઉતરી ગયું છે. ત્યારે એલન મસ્ક અને જીઓ બંનેની મુશ્કેલી વધી શકે છે. અંદાજ મુજબ એવું કહેવાઇ રહ્યું છે કે સ્ટારલીંક 2022 સુધીમાં 150 Mbps સુધીની સ્પીડ ઉપલબ્ધ કરાવવામાં સફળ થશે. આ મુદાઓને આધારે કહી શકાય કે ટાટા ગ્રુપની ઇન્ટરનેટ સર્વિસ લોન્ચ થયા બાદ યુઝર્સને ઘણા ફાયદાકારક પ્લાન મળી શકે છે.

(5:42 pm IST)