Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે તેની એસોસિયેટેડ કંપની એસ્ટ્રોન પેપરમાં તેનો સમગ્ર હિસ્સો રૂ. ૪૬.૯૪ કરોડમાં વેચ્યો

કંપનીએ તાજેતરમાં જ રૂ. ૨૨૫ કરોડના રાઈટસ ઈશ્યૂની જાહેરાત કરી છે : શેરના વેચાણ થકી મળનારી રકમ કંપનીના લાંબાગાળાની કાર્યશીલ મૂડી અને વ્યાપાર વિકાસ અર્થે ઉપયોગમાં લેવાશે

મુંબઇ, તા.૧૨: ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સમાવિષ્ટ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) તેની એસોસિયેટેડ કંપની એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મિલ્સ લિમિટેડ (એસ્ટ્રોન પેપર)માં તેનો ૧૮.૮૭ ટકાનો સમગ્ર હિસ્સો રૂ. ૪૬.૯૪ કરોડમાં વેચી દીધો છે. કંપનીએ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ શેરદીઠ રૂ. ૫૩.૫દ્ગક કિંમતે બ્લોક ડીલ થકી એસ્ટ્રોન પેપરના ૮૭.૭૫ લાખ ઈકિવટી શેર્સ વેચ્યા હતા. એસ્ટ્રોન પેપરના શેરના વેચાણથી મળનારી રૂ. ૪૬.૯૪ કરોડની રકમનો એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની લાંબા ગાળાની કાર્યશીલ મૂડી અને વ્યાપાર વિકાસને પહોંચી વળવા માટે ઉપયોગમાં લેવાશે. એસ્ટ્રોન પેપરના શેર્સના વેચાણથી મળનાર કેપિટલ ગેઈન એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ માટે કરમુકત રહેશે.

કંપનીએ તેના એકંદરે કન્સોલિડેટેડ દેવું રૂ. ૩૫ કરોડ જેટલું દ્યટાડ્યું છે જેના લીધે ડેટ ઈકિવટી રેશિયો ૦.૫ ગણાથી પણ ઓછો થયો છે. એસ્ટ્રોનમાં હિસ્સો વેચ્યા પછી મળનારી રકમનો એશિયન ગ્રેનિટોની તરલતા સ્થિતિ મજબૂત બનાવવા માટે ઉપયોગ કરવામાં આવશે.

કંપનીએ તાજેતરમાં જ રૂ. ૨૨૫ કરોડના રાઈટ્સ ઈશ્યૂની જાહેરાત કરી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧ માટે કંપનીએ કન્સોલિડેટેડ આધાર પર રૂ. ૫૭.૨૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે ૩૬ ટકાનો વૃદ્ઘિદર સૂચવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧ માટે ચોખ્ખા વેચાણો રૂ. ૧,૨૯૨ કરોડ નોંધાયા હતા જે વાર્ષિક ધોરણે છ ટકાનો વધારો સૂચવે છે. એબિટા રૂ. ૧૩૫.૯૫ કરોડ નોંધાઈ હતી જે વાર્ષિક ધોરણે ૧૬ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૧ માટેએબિટા માર્જિન ૯૧ બેસિસ પોઈન્ટ્સ વધીને ૧૦.૫ ટકા થયું હતું જયારે ચોખ્ખા નફાનું માર્જિન ૧૦૦ બેસિસ પોઈન્ટ્સ વધીને ૪.૪ ટકા થયું હતું.

(3:57 pm IST)