Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શિલ્પા શેટ્ટીનું બચવું હવે મુશ્કેલ : યુપી પોલીસે મુંબઈ આવીને કહ્યું ત્રણ દિવસમાં જવાબ જોઈએ

વેલનેસ સેન્ટરના નામ પર કરોડો રૂપિયાની છેતરપિંડી મામલે

મુંબઈ,તા.૧૨: બોલીવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ બાદ હવે શિલ્પા અને તેની માતા સુનંદા પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે અને લખનઉ પોલીસે શિલ્પાને નોટિસ પણ ફટકારી છે.

વેલનેસ સેન્ટરના નામે શિલ્પા અને તેની માતાએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે તેવો આરોપ લાગ્યો છે. લખનઉ પોલીસ શિલ્પા અને તેની માતા સુનંદાની પૂછપરછ કરવા માટે મુંબઇ પહોંચી હતી પરંતુ શિલ્પા શેટ્ટી ત્યાં મળી નહોતી. એકટ્રેસની ગેરહાજરીમાં પોલીસે તેના મેનેજરને નોટિસ આપી દીધી છે.

શિલ્પા શેટ્ટીને આ નોટિસમાં ૩ દિવસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે શિલ્પા સાથે આયોસિસ વેલનેસ સેન્ટરના કિરણ બાવાને પણ લખનઉ પોલીસે નોટિસ આપી છે અને તેમની પાસે પણ સમગ્ર મામલા પર જવાબ માંગ્યો છે. એકટ્રેસ અને તેની માતા પર કોરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. શિલ્પાની માતા અને એકટ્રેસ વિરુદ્ઘ લખનઉના હજરતગંજ અને વિભૂતિખંડ એમ ૨ જગ્યાએ ફરિયાદ નોંધાઇ છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે અને બંને પર વેલનેસઙ્ગ સેન્ટરના નામ પર લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે.

(3:53 pm IST)