Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાજયસભામાં હંગામા મુદ્દે સરકાર અને વિપક્ષમાં જંગ છેડાયોઃ માર્શલ બોલાવીને ખરાબ વ્યવહાર કર્યાનો આક્ષેપ

સોશ્યલ મીડીયામાં ધક્કામુકીનાં ફૂટેજ વાયરલ થયા

નવી દિલ્હી, તા. ૧રઃ  સંસદના મોનસૂન સત્ર પુરી રીતે હંગામામાં પસાર થયુ હતુ. બુધવારે સત્ર ખતમ થયુ પરંતુ મોનસૂન સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં જે થયુ તેને લઇને સરકાર અને વિપક્ષમાં જંગ છેડાઇ ગઇ છે.

વિપક્ષનો આરોપ છે કે બહારથી માર્શલ બોલાવીને વિપક્ષ સાંસદો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ વચ્ચે હવે રાજ્યસભાના તે ફૂટેજ સામે આવ્યા છે જેને લઇને આ હંગામો થયો છે.

વીડિયોમાં દેખાય છે કે વિપક્ષના સાંસદ રાજ્યસભાની વેલમાં આવીને પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં માર્શલ સાંસદોને રોકવાના પ્રયાસમાં લાગ્યા હતા. વીડિયો ફૂટેજમાં દેખાય છે કે સાંસદો અને માર્શલ વચ્ચે સતત ધક્કામુકી થઇ રહી છે. આ દરમિયાન કેટલાક સાંસદ મેજ પર પણ ચઢતા જોવા મળી રહ્યા છે તો કેટલીક મહિલા સાંસદ અને લેડી માર્શલ વચ્ચે પણ ધક્કામુકી થઇ હતી.

રાજ્યસભાના ત્રણ મહિલા સાંસદ દ્વારા માર્શલ પર માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં ફૂલો દેવી નેતામ, અમી યાજ્ઞીક અને છાયા વર્મા સામેલ છે. બીજી તરફ સરકારી સૂત્રો તરફથી રાજ્યસભાની કાર્યવાહીની ડિટેલ પણ જાહેર કરવામાં આવી છે જેમાં રાજ્યસભામાં થયેલા વિવાદની જાણકારી આપવામાં આવી છે.

સાંજે ૬.૦૨ વાગ્યે  ટીએમસી સાંસદ ડોલા સેન, શાંતા છેત્રીએ સદનના વેલમાં નારેબાજી કરી.

સાંજે ૬.૨૨ વાગ્યે ડોલા સેને પીયૂષ ગોયલ, પ્રહલાદ જોષીનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો.

સાંજે ૬.૨૬ વાગ્યે નાસિર હુસૈન, પ્રિયંકા ચતુર્વેદી, અર્પિતા ઘોષે વેલમાં કાગળ ફાડ્યા

સાંજે ૬.૩૧ વાગ્યે ફૂલો દેવી નેતામ, છાયા વર્માએ લેડી માર્શલને ખેચી અને તેમના માથા પર માર માર્યો

સાંજે ૬.૩૩ વાગ્યે  રિપુન બોરાએ માર્શલ ઉપર ચઢીને સદનની ચેર સુધી પહોચવાનો પ્રયાસ કર્યો.

સાંજે ૬.૪૦  ડેરેક ઓ બ્રાયને સદનમાં વીડિયો રેર્કોડિંગ શરૂ કરી દીધુ.

સાંજે ૭.૦૪વાગ્યે  સદનના નેતા દ્વારા પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવ્યો, વિપક્ષે વૉક આઉટ કરી દીધુ

સાંજે ૭.૦૫ વાગ્યે અર્પિતા ઘોષ, એમ.નૂર અને ડોલા સેન પ્રથમ બેંચ પર જ ઉભા થઇ ગયા.

મહત્વપૂર્ણ છે કે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યસભામાં જ્યારે ઇંશ્યોરન્સ બિલ બળજબરીથી પાસ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે બહારથી કેટલાક માર્શલ આવ્યા જેમણે સાંસદો દ્વારા ખરાબ વ્યવહાર કર્યો હતો. આ દરમિયાન મહિલા સાંસદોને પણ નિશાન બનાવવામાં આવી હતી.

(3:52 pm IST)