Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મહિલાઓમાં તણાવથી માનસીક સમસ્યાઓ વધી : કુપોષણથી શારીરીક સ્વાસ્થ્ય ઉપર પણ અસર

લોકડાઉનમાં એનબીઇઆર દ્વારા રાજસ્થાન, એમપી, યુપી, બિહાર અને ઝારખંડમાં સર્વે

નવી દિલ્હી, તા.૧૨: કોરોના મહામારીને રોકવા માટે લગાવાયેલ લોકડાઉનના કારણે ઉ.ભારતના ગામોમાં જીવન ખુબ જ મુશ્કેલ બનેલ. જેનો સૌથી વધુ માર મહિલાઓ ઉપર પડેલ. આર્થિક તંગી અને ભોજનની પરેશાનીના કારણે મહિલાઓ વધુ તણાવગ્રસ્ત બનેલ.

નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમીક રિસર્ચ (એનબીઇઆર) તરફથી પાંચ રાજયો રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને ઝારખંડમાં ફોન ઉપર કરાયેલ સર્વેમાં ઉપરોકત ખુલાસો થયેલ એનબીઆરએ સપ્ટેમ્બર-૧૯ અને ઓગષ્ટ-૨૦માં બે વખત આ સર્વે કરેલ. ગામડાઓમાં મેડીકલ સુવીધાઓનો અભાવ અને લોકડાઉનમાં કામ છુટવાથી લોકોમાં નિરાશા, બેચેની અને માનસીક પરેશાનીઓ ૪૦ ટકા વધી ગયેલ. જે વિસ્તારમાં લોકડાઉન વધુ રહેલ ત્યાં ૪૫ ટકા લોકોના માનસીક સ્વાસ્થય ઉપર ખરાબ અસર પડેલ. આ સર્વેમાં મહિલાઓને જરૂરી પોષણ સાથે જોડાયેલ સવાલ પણ પુછવામાં આવેલ જેનાથી તેમની ડાયટમાં દુધ, ફળ, શાકભાજી અને દાળની માત્રા જાણવાનો પ્રયાસ કરાયેલ. જેનાથી જાણવા મળેલ કે મોટા ભાગની મહિલાઓ કુપોષણથી પીડાઇ છે. ખાન-પાનમાં કમી તેમના શારીરીક સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર કરેલ.

(3:51 pm IST)