Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

આઈએસ દેશભરમાં સ્લીપર સેલ તૈયાર કરવાની ફિરાકમાં હતા

ધરપકડ કરેલા આતંકીઓ જુફરી અને અમીને પુછપરછમાં અનેક ખુલાસા કર્યા

નવી દિલ્હી તા. ૧૨ : આઈએસદેશભરમાં સ્લીપર સેલ અને કટ્ટર સમર્થકોની સેનાએતૈયાર કરવામાં લાગ્યા હતા. આઈએસની ધરપકડ કરેલાત્રાસવાદીઓની પુછપરછમાં આ ખુલાસો કરવામાં આવ્યો. એનઆઈએ મુજબ, આ ત્રાસવાદીઓની દેશમાં તાત્કાલિક કોઈ વારદાતનેઅંજામ આપવાની યોજના નહોતી. પરંતુ તે લાંબી કાર્યયોજના હેઠળ કામ કરી રહ્યા હતા. તે પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાન સરહદ પર સક્રિય તેમનાઆકાઓનીસાથે સતત સંપર્કમાં હતા.મહત્વની વાત એ છે કે 'વાયસ ઓફ હિંદ'ના નામથી એક ઓનલાઇન પત્રિકા બહાર પાડનાર આઇએસના મોડ્યુલનો એનઆઈએએ પર્દાફાશ કર્યો હતો. આ અંગે કર્ણાટકના ભટકલથી જુફરીજૌહરદામુદી અને તેના સહયોગી અમીન જુહેબની ધરપકડ કરવામાં આવી થી. જુફરીજૌહરદામુદીતેમનો ઓળખ અબુ હાજીર અલ બદરીના નામથી સક્રિય હતો.

એનઆઈએના ઉચ્ચ પદસ્થ સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ કરેલાઆતંકીઓ પાસે કોઈ વિસ્ફોટક સામગ્રી અથવા શસ્ત્ર જપ્ત થયા નથી. પુછપરછમાં જુફરીએ જણાવું કે તેને હાલમાં આઈએસની પ્રચાર સામગ્રીનેસ્થાનિક ભાષાઓમાં છાપીને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવા અને દેશભરમાં સ્લીપર સેલ ઉભા કરવાનું કામ મળ્યું હતું.

જુફરી અને અમીનથીઅત્યારસુધીની પુછપરછથી સ્પષ્ટ થઇ ગયું છે કે આઇએમ હેઠળ દેશભરમાં સંગઠન ઉભું કરવા માંગે છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેની પાછળનું એક કારણ જુફરીનો આઇએમ સંસ્થાપક આતંકી ભટકલ ભાઈઓ સાથે સંબંધ હોવાનું છે.

જુફરીનો ભાઈ અદનાન હસન દામુદીત્રણ ભટકલ ભાઈઓ યાસીન, રિયાઝ અને ઇકબાલ ભટકલનાસંપર્કમાં હતો. અને ૨૦૧૭માં એનઆઈએ તેને આઈએસસાથે જોડાયેલા એક મામલે ધરપકડ કરી હતી. હાલમાં તેઓ જેલમાં હતા.

(3:09 pm IST)