Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

એડટેક કંપનીઓ મોટી સંખ્યામાં ભરતી કરશેઃ યુવાઓને તક

બાયઝુસ, સિંપલી લર્ન, વેદાંતુ અને અપગ્રેડ સહીતની દેશની

નવી દિલ્હી, તા. ૧૨ :. બાયજુસ અને અન્ય મોટી એડટેક કંપનીઓ ખૂબ જ આક્રમક રૂપે પોતાનો વિસ્તાર કરી રહી છે અને નાની-મોટી એડટેક કંપનીઓ તથા લર્નીંગ એપ્સને ટેકઓવર કરી રહી છે. પોતાના વિસ્તારને ગતિ આપવા આ કંપનીઓની યોજના હજારોની સંખ્યામાં ટેલેન્ટસ હાયર કરવાની છે. આવતા કેટલાક મહિનામાં બાયજુસની યોજના ૪ હજારથી વધુ પ્રોફેશ્નલ્સને હાયર કરવાની છે. એડટેક કંપની સીંપલી બર્ન ૫ હજાર પ્રોફેશ્નલ્સની ભરતી કરવાની તૈયારીમાં છે.

આ એડટેક સ્ટાર્ટઅપમાં સૌથી વધુ ભરતી આઈટી, સેલ્સ, માર્કેટીંગ, કન્ટેન્ટ અને ડીઝાઈનના ક્ષેત્રમાં થશે. એડટેક ફર્મ વેદાંતુમાં હાલ ૭ હજાર લોકો કામ કરી રહ્યા છે. કંપનીએ હાલમાં જ ૨૦ કરોડ ડોલર રોકાણકારો પાસેથી મેળવ્યા છે.

બાયજુસ દેશની સૌથી મોટી એડટેક કંપની છે અને તે પોતાનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. કંપનીના સીપીપીઓ પ્રવીણ પ્રકાશના જણાવ્યા મુજબ મોટી કંપની બનવું અમારા માટે ઉપલબ્ધી હશે. હાલમાં જ યુનિકોર્ન બની અપગ્રેડના કો-ફાઉન્ડર મયંક કુમારે પણ કંપની આઈપીઓ લાવવાની તૈયારીમાં હોવાનું જણાવેલ.

(3:08 pm IST)