Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

માચૂ પીચૂની વિરાસતમાં અનેક રહસ્યો છુપાયેલા છે

પેરૂની એડીંઝ પર્વતમાળામાં ઇંકા સભ્યતા ૧૪૨૦માં પાંગરેલ

નવી દિલ્હી : દક્ષિણ અમેરિકી દેશ પેરૂની એડીંઝ પર્વતમાળાની ઉંચાઇયો ઉપર સ્થિક ઇંકા સભ્યતા અને સામ્રાજ્યના કિલ્લો કેટલો પ્રાચીન છે તે વાતનો અંદાજો લગાવવા માટે ઇતિહાસકાર સ્પેનના વિજેતા શાસકો,સૈનિકો અને લોકો ઉપર નિર્ભર રહેતા હતા. પણ હવે શોધકર્તાઓ એવુ સાક્ષ્ય મળ્યુ છે. જેનાથી સંકેત મળી રહ્યા છે કે અત્યાર સુધી અનુમાનોની તુલનામાં માચૂ પિચૂમાં લોકોના વસવાટની શરૂઆત કેટલાક દશકો પહેલા થઇ ગઇ હતી. યેલ યુનિવર્સિટીમાં મનુષ્ય જાતિના વિજ્ઞાનના પ્રોફેસર રિચર્ડ બર્ઝર મુજબ અત્યાર સુધી લોકોનું માનવું હતુ કે શરૂઆત ૧૪૫૦માં થયેલ. પણ બર્ઝર અને તેમની ટીમે મળેલ પુરાવાથી સ્પષ્ટ થયુ કે વસવાટની શરૂઆત ૧૪૨૦માં ૩૦ વર્ષ પહેલા થયેલ. બર્ઝર અને તેમની ટીમે ૧૯૧૨માં હાડપીંજરથી પ્રાપ્ત આર્ગેનિક તત્વો અને અકસીલીરેટર માસ સ્પેકટ્રોમીટર નામની પ્રક્રીયાની મદદથી આ શોધ કરી છે. બર્ઝરને આશા છે કે હજી ઘણા રહસ્યોથી પડદો ઉઠવાનો બાકી છે. તેઓ મુજબ નવી ખોજ આપણને ૧૪ મી સદીમાં પણ લઇ જઇ શકે છે.

(3:07 pm IST)