Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કરાચીમાં એક વેન ચાલક ૨૦ કરોડ રૂપિયા લઈને ફરાર : તપાસ શરૂ

કરાચી તા. ૧૨ : પાકિસ્તાનમાતે સમયે બેંકકર્મચારીઓવચ્ચે હાહાકાર મચી ગયો જયારેએક કેસ વેન ચાલક૨૦ કરોડ રૂપિયા લઈને ભાગી ગયો. પોલીસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, જયારે વાનના સિકયોરિટી ગાર્ડ રોકડ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે ચુંદરીગર રોડ પર 'સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન' બિલ્ડિંગની અંદર ગયા ત્યારે સિકયુરિટી કંપનીનો ડ્રાઈવર હુસેન શાહ વાન લઈને ભાગી ગયો હતો. . 'કેશ ટ્રાન્ઝેકશન કંપની'ના રિજનલ ઓપરેશન્સ મેનેજરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ચુંદ્રીગર રોડ પાકિસ્તાનનું આર્થિક કેન્દ્ર છે, જયાં કેન્દ્રીય બેંક અને અન્ય ઘણી બેંકો આવેલી છે.

આ મામલાની તપાસ કરી રહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, આ એક અસામાન્ય કેસ છે. આ ઘટના ૯ ઓગસ્ટના રોજ બપોરના સમયે પ્રકાશમાં આવી હતી. અમે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ મામલાની તપાસ કરી રહ્યા છીએ, કારણ કે આવી ઘટના પહેલા કયારેય બની નથી. વિશેષ તપાસ અધિકારી (SIO) ચૌધરી તારિકે જણાવ્યું હતું કે આ કેસમાં કોઈ નક્કર પ્રગતિ થઈ નથી અને ડ્રાઈવરની પણ ધરપકડ કરવાની બાકી છે.

તેમણે કહ્યું કે જયારે ગાર્ડે ફરી ફોન કર્યો ત્યારે ડ્રાઈવરનો ફોન બંધ હતો. વાન થોડા કિલોમીટર દૂર મળી આવી હતી, પરંતુ તેમાં કોઈ રોકડ નહોતી. રોકડ ઉપરાંત હથિયારો, એક કેમેરા અને એક ડીવીઆર પણ વાનમાંથી ગાયબ હતા.

(3:06 pm IST)