Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

હવે નેશનલ ઈન્સ્યુરન્સ કંપનીઓમાં સરકારનો 51 ટકા હિસ્સો જરૂરી નહીં રહે : પાર્લામેન્ટમાં બિલ પસાર

1972 ની સાલમાં જનરલ ઈન્સ્યુરન્સ કંપનીઓના રાષ્ટ્રીયકરણ વખતે કરાયેલી જોગવાઈ રદ

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે ગઈકાલ  11 ઓગસ્ટના રોજ લોકસભામાં પસાર કરેલા જનરલ ઈન્સ્યુરન્સ એમેન્ડમેન્ટ  બિલ 2021 મુજબ હવે નેશનલ ઈન્સ્યુરન્સ કંપનીઓમાં સરકારનો 51 ટકા હિસ્સો જરૂરી નહીં રહે . 1972 ની સાલમાં જનરલ ઈન્સ્યુરન્સ કંપનીઓના રાષ્ટ્રીયકરણ વખતે કલમ 10B મુજબ કરાયેલી જોગવાઈ રદ કરવામાં આવી છે.


જે તે સમયે કરેલી જોગવાઇમાં  જનરલ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ,નેશનલ ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડ ,ન્યુ ઇન્ડિયા એસ્યુરન્સ કંપની લિમિટેડ ,ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડ તથા યુનાઇટેડ ઇન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થતો હતો . જે તમામમાં હવે કેન્દ્ર સરકારનો 51 ટકા હિસ્સો જરૂરી નહીં રહે તેવું બિલ પસાર કરી દેવામાં આવ્યું છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(2:06 pm IST)