Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ફરી વધ્યા કોરોનાના કેસ

૨૪ કલાકમાં ૪૧,૧૯૫ લોકો સંક્રમિત : ૪૯૦ દર્દીના મોત

વેકિસનના કુલ ૫૨ લાખ ૩૬ હજારથી વધુ ડોઝ આપવામાં આવ્યા : ૨૪ કલાકમાં ૩૯,૦૬૯ દર્દી સાજા થયા

નવી દિલ્હી તા. ૧૨ : દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ડરની વચ્ચે કોવિડ રસીકરણ અભિયાનમાં રોજ સરેરાશ ૪૦ લાખથી વધુ લોકોનું વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે. બુધવાર સાંજ સુધીમાં ૫૨ લાખ ૩૬ હજારથી વધુ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. રાહતની વાત એ છે કે કોરોના સંક્રમિત થતા લોકોની સામે રિકવરી રેટમાં પણ સુધારો આવ્યો છે જેથી રોજ મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા ૫૦૦ની અંદર રહે છે.ગુરૂવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૧,૧૯૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૯૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૦,૭૭,૭૦૬ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૨,૩૬,૭૧,૦૧૯ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના ૨૪ કલાકમાં ૪૪,૧૯,૬૨૭ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.વિશેષમાં, કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૧૨ લાખ ૬૦ હજાર ૫૦ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૯,૦૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૪૫ ટકા છે. હાલમાં ૩,૮૭,૯૮૭ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૯,૬૬૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.દેશમાં હાથ ધરવામાં આવતા કોરોના સેમ્પલ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૮,૭૩,૭૦,૧૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૨૧,૨૪,૯૫૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
 

(11:25 am IST)