Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

હવે હાઇવે પર ટોલ પ્લાઝા અને લાંબી લાઇનો બંધ થઇ જશે : જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરવાની વિચારણા

નવી દિલ્હી તા. ૧૨ : કેન્દ્રીય માર્ગ અને પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે એવો સમય જલ્દી આવશે જયારે હાઇવે પર ટોલ પ્લાઝા અને લાંબી લાઇનો બંધ થઈ જશે. તેને બદલે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લાગૂ કરાશે. આવતા ૩ મહિનામાં સરકાર નવી પોલીસી લાવશે. હાઇવે પર ટોલ પ્લાઝા જોવા નહિ મળે.

ગડકરીએ કહ્યું કે દેશમાં હાલમાં જીપીએસની મદદથી ટોલ વસૂલનારી ટેકનોલોજી નથી. પણ સરકાર આ ટેકનોલોજી ડેવલપ કરવા માટે કામ કરી રહી છે.માર્ચમાં સરકાર ટોલ બૂથ ખતમ કરી દેશે. અને જીપીએસની મદદથી ટોલ કલેકશન સિસ્ટમ લાગૂ કરાશે. 

સડકોના નિર્માણ કરનારી કંપનીઓએ ખર્ચને સીમિત કરવા માટે સ્ટીલ અને સીમેન્ટનો ઉપયોગ ઘટાડવાની અપીલ કરી છે. તેઓએ બંનેના ખર્ચ અને તેનું પ્રમાણ ઘટાડવા માટે કન્સલટન્ટને નવા વિચારો લાવવાની અપીલ કરી છે. 

તેઓએ કહ્યું કે હું વિશ્વાસ અપાવું છું કે ૧ વર્ષમાં દરેક ટોલ બૂથ હટાવી દેવાશે. ટોલ કનેકશન જીપીએસની મદદથી થશે એટલે કે ટોલની રકમ ગાડી પરના જીપીએસ ઈમેજિંગના આધારે વસૂલાશે. 

જીપીએસની સિસ્ટમાં ગાડી કેટલી દૂર સુધી ચાલશે, તેના આધારે ગાડીના એકાઉન્ટ કે ઈ વોલેટથી ટોલ ટેકસ જાતે કપાશે. ગડકરીએ કહ્યું કે આજકાલ પેસેન્જર અને કર્મશિયલ ગાડીઓ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની સાથે આવી રહી છે. તેના માટે સરકાર જૂની ગાડીને પણ જીપીએસથી લેસ કરવાની કોશિશ કરી રહી છે. 

દેશમાં ફાસ્ટેગના ઈલેકટોરનિક ટોલ સિસ્ટમ કામ કરી રહ્યા છે. આ સિસ્ટમમાં ગાડીના વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવેલું રહે છે તેનાથી ગાડીને ટોલ આપવા માટે બૂથ પર રોકવાની જરૂર રહેતી નથી. ઓટોમેટિક પ્રોસેસથી ટોલ કપાઈ જાય છે. જયારે પણ ગાડી ટોલ બૂથથી પસાર થાય છે ત્યારે ટોલની રકમ ગાડીના પ્રીપેડ કે બેંક  એકાઉન્ટથી ઓટોમેટિક કપાય છે.

(10:34 am IST)