Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

હરિયાણા સરકારનું રક્ષાબંધને મહિલાઓને 'મફત પ્રવાસ'

ચંડીગઢ,તા. ૧૨ : હરિયાણા સરકારે બહેનોને રક્ષાબંધનની ભેટ આપી છે. રક્ષાબંધન પર મહિલાઓને અને બાળકોને રાજ્યની બસોમાં મફત પ્રવાસની સુવિધા મળશે. મહિલાઓ સાથ ૧૫ વર્ષના બાળકોને પણ મફત પ્રવાસની સુવિધા મળશે. રક્ષાબંધનના તહેવારે બહેનો ભાઇઓને ઘરે જઇને રાખડી બાંધી શકે, એ માટે સરકાર આ નિર્ણય લીધો છે.

જો કે રક્ષાબંધનના દિવસે કોરોનાને પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા બસો એની બેસવાની ક્ષમતાથી ૫૦ ટકા પર ચાલશે. હરિયાણા સરકારના ટ્રાન્સપોર્ટપ્રધાન મૂળચંદ શર્માએ કહ્યું હતુ કે સરકાર કેટલાય વર્ષોથી રક્ષાબંધનના તહેવારે મહિલાઓ અને ૧૫ વર્ષ સુધીના બાળકો માટે મફત પ્રવાસની સુવિધા આપી રહી છે.

 જો કે આ સુવિધા કોરોના રોગચાળા દરમ્યાન સંભવ નહોતી થઇ શકી, પણ આ વર્ષે કોરોના કેસમાં ઘટાડો થતા આ સુવિધા ફરી જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે બસોમાં પ્રવાસ કરતી વખતે બધા પ્રવાસીઓએ માસ્ક પહેરવા સહિત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. એમ તેમણે જણાવ્યું હતું.

(10:31 am IST)