Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પેટના કરમિયા મારવાની દવાથી કોરોનાનો થઇ શકે છે ખાત્મો

આ દવામાં ૪૮ કલાકમાં જ વાયરસનો નાશ કરવાની ક્ષમતા છે : સંશોધન

ન્યૂયોર્ક,તા.૧૨:કોરોના વાયરસના કારણે બીમાર થયેલા લોકોની સારવાર કરવા માટે અત્યાર સુધી કોઈ સચોટ દવા સામે આવી નથી. જેના કારણે સમગ્ર વિશ્વમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની દવા શોધવા માટે ઘણા દેશોમાં સંશોધન થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં થયેલા સંશોધન સામે આવ્યું છે કે, પેટના કરમિયા (કીડા) મારવાની દવા કોરોનાની સારવારમાં કારગર નીવડી શકે છે.

કેલિફોર્નિયાના સ્ક્રિપ્સ રિસર્ચમાં વોર્મ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ એન્ડ મેડિસિન દ્વારા અભ્યાસ થયો હતો. જેમાં જાણવા મળ્યું છે કે, આ દવામાં ૪૮ કલાકમાં જ વાયરસનો નાશ કરવાની ક્ષમતા છે.

આ બાબતે કેલિફોર્નિયાના સ્ક્રિપ્સ રિસર્ચમાં વોર્મ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ એન્ડ મેડિસિનના પ્રોફેસર કિમ જાન્ડા અને જુનિયર પ્રોફેસર એલી આર કૈલાવે કહ્યું હતું કે, ફિતા કૃમિ (ટેપવોર્મ)ની દવામાં સૈલિસિલેનિલાઈડ્સ  વર્ગનું કેમિકલ હોય છે. જે કોરોનાને રોકવામાં કારગર છે.

કિમ જાન્ડાએ કહ્યું હતું કે, સૈલિસિલેનિલાઈડ્સ વિવિધ પ્રકારના વાયરસ સામે સક્રિય રીતે કાર્ય કરતું હોવાની વાતની છેલ્લા ૧૦થી ૧૫ વર્ષથી ખબર હતી. પરંતુ ઉલ્લેખનીય છે કે તેની ઝેરી અસર પણ થઈ શકે છે. આ વાત સાબિત થઈ શકે તે માટે ઉંદર અને કોશિકાઓ પર અલગ-અલગ પ્રકારના ટેસ્ટ કરાયા હતા. જેને લઈને અમે પોતાની વાતની પુષ્ટિ સચોટ રીતે કરી શકીએ.

ટેસ્ટમાંથી જાણવા મળ્યું કે, સૈલિસિલેનિલાઈડ્સ દવાના કારણે કોરોમાં વાયરસનો RNA ૯૩ ટકા નબળો થઈ જાય છે. અલબત, આ દવાનો ઉપયોગ માણસો પર કરી તેના પરિણામ તારવવામાં આવ્યા ન હોવાથી તેની અસર અંગે હજી સત્ત્।ાવાર પુષ્ટિ થઈ શકી નથી. બીજી તરફ બાંગ્લાદેશની ખાનગી હોસ્પિટલમાંથી સામે આવેલી જાણકારી ખૂબ રાહતરૂપ છે.

નોંધનીય છે કે, ડોકટરોની ટીમે કોરોના વાયરસની સારવાર માટે આવી જ દવાનો ઉપયોગ કર્યો હતો. જેનાં પરિણામો ખૂબ જ ચોંકાવનારા હતા.

(10:29 am IST)