Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઓબીસી ક્રીમી લેયરની આવક મર્યાદા વધારવાના પ્રસ્તાવ પર વિચાર

OBC સમાજને બીજી મોટી ભેટ આપવાની તૈયારીમાં મોદી સરકાર : ક્રીમીલેયર નક્કી કરવા માટે આવકના માપદંડમાં સુધારો કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ

નવી દિલ્હી,તા. ૧૨: કેન્દ્રએ બુધવારે સંસદને જાણ કરી હતી કે અન્ય પછાત વર્ગ (ઓબીસી) માં ક્રીમી લેયર નક્કી કરવા માટે આવકના માપદંડમાં સુધારો કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે. આ માહિતી સામાજિક અને સશકિતકરણ રાજય મંત્રી પ્રતિમા ભૌમિક દ્વારા રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સભ્ય પ્રકાશ બંદાએ કેન્દ્ર સરકાર પાસેથી જાણવા માંગ્યું કે શું અન્ય પછાત વર્ગોના કલ્યાણ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ પણ ઓબીસી ક્રીમી લેયરની વયમર્યાદા વધારવાની ભલામણ કરી છે. જવાબમાં ભૌમીકે કહ્યું, શ્નઈંક્ન. બ્ગ્ઘ્ માં ક્રીમી લેયર નક્કી કરવા માટે આવકના માપદંડમાં સુધારો કરવા માટે સરકાર પાસે દરખાસ્ત વિચારણા હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે 'ક્રીમીલેયર લેયર'માં OBC ના સામાજિક અને આર્થિક રીતે અદ્યતન સભ્યોનો સમાવેશ થાય છે. હાલમાં ૮ લાખની વાર્ષિક આવક ધરાવતા ઓબીસી પરિવારોને ક્રીમી લેયરનો ભાગ માનવામાં આવે છે. ક્રીમી લેયરના દાયરામાં આવતા પરિવારોને સરકારી શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ૨૭ ટકા અનામતનો લાભ મળતો નથી.

ક્રીમી લેયરમાં વાર્ષિક આવક મર્યાદાની દર ૩ વર્ષે સમીક્ષા કરવાની જોગવાઈ છે, અગાઉ ૨૦૧૭ માં ક્રીમ લેયર હેઠળ વાર્ષિક આવકની મર્યાદા વધારીને ૮ લાખ કરવામાં આવી હતી. ૨૦૧૩ માં આવક મર્યાદા વધારીને ૬ લાખ કરવામાં આવી હતી.

લોકસભામાં OBC અનામત સુધારણા કાયદો પાસ થયો હોવાથી હવેથી રાજયો પોતાની ઓબીસી યાદી તૈયાર કરી શકશે. ઓબીસી અનામત સુધારણા કાયદાની તરફેણમાં ૩૮૫ વોટ પડ્યાં હતા જયારે તેની વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો.

(10:28 am IST)