Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પૈસાદાર લોકોના બાળકોને ઉછેરવાનું શીખી જાખો : ઇંગ્લેંડમાં મળે છે ટ્રેનિંગ : પાસ થયા તો મળે કરોડોન પગાર

આ કોલેજમાં પ્લેસમેન્ટ પણ થાય છે. ધનવાન પરિવારો પોતાના બાળકો માટે કેરટેકર અથવા નેની લેવા આવે છે. પાસ થનાર પ્રોફેશનલ નેનીને ૧ કરોડથી ૧.૧૫ કરોડ જેટલો પગાર સરળતાથી મળી જાય છે

લંડન,તા. ૧૨: સંતાનોને ઉછેરવા પણ એક સ્કીલ છે. માતા પિતા બન્યા બાદ આ સ્કીલ આપોઆપ ડેવલપ થાય છે. પણ ઘણા કપલ નોકરી-વ્યવસાયના કારણે બાળકની દેખરેખ રાખવાનું અન્ય વ્યકિતને સોંપે છે. ભારતમાં આવી વ્યકિતને આયા તરીકે ઓળખવામાં આવે છે. જયારે વિદેશમાં નેની કહેવાય છે. વિદેશમાં અન્ય લોકોના સંતાનોનું પાલન કરવાનો મોટો વ્યવસાય છે. જેના માટે લોકો ખાસ તાલીમ પણ લઈ રહ્યા છે.

ઈંગ્લેન્ડમાં બાળકોના ઉછેર માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં બાળ ઉછેરનો પ્રોફેશનલ અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. England¨¾ Norland Collegeમાં પ્રવેશ મેળવનારને આયા (નેની) બનવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.

ધનવાનોના દ્યરે બાળકોના ઉછેર માટેની તાલીમ આપનાર આ કોલેજ છેક ૧૮૦૦ના સાલથી કાર્યરત છે. એમિલી વોર્ડ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ઈંગ્લેન્ડમાં આવી ટ્રેનિંગ અપાતી નહોતી. જેથી આ કોલેજ શરૂ થતાની સાથે જ ખૂબ લોકપ્રિય બની ગઈ હતી. આ કોલેજમાં પ્લેસમેન્ટ પણ થાય છે. ધનવાન પરિવારો પોતાના બાળકો માટે કેરટેકર અથવા નેની લેવા આવે છે.

Norland College મોટી બ્રાન્ડ છે. ત્યાંથી પાસ થનાર પ્રોફેશનલ નેનીને ૧ કરોડથી ૧.૧૫ કરોડ જેટલો પગાર સરળતાથી મળી જાય છે. બ્રિટનમાં સામાન્ય નેની મળતા પગાર કરતા આ પગાર ચાર ગણો છે. નેની બનવા માટેનો અભ્યાસક્રમ ૪ વર્ષનો હોય છે. જેમાં મહિલાઓને સિલાઈ શીખવવા, ભોજન બનાવવા અને પોતાના કર્તવ્યને સારી રીતે નિભાવવા માટેનું શિક્ષણ અપાય છે. બાળકોના નખરા સામે કઈ રીતે વર્તવું તેની તાલીમ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત આત્મરક્ષા, ડ્રાઇવિંગ અને સાયબર સિકયોરિટીની તાલીમ આપવામાં આવે છે.

Norland Collegeના નેનીને બાળકોને ઉછેરવા સાથે તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવી બધી તાલીમ આપવામાં આવે છે. આ કોલેજમાં શિક્ષણ લેવું હોય તો મસમોટી ફી ચૂકવવી પડે છે. એક વર્ષના કોર્સ માટે લગભગ ૧૫ લાખનો ખર્ચ થાય છે. ૪ વર્ષમાં ૬૦ લાખ વપરાય છે. જોકે, ગ્રેજયુએશનના બીજા કે ત્રીજા વર્ષથી જ મોટાભાગના છાત્રો ૩૦ લાખ સુધીની કમાણી કરવાનું શરૂ કરે છે. આ કોલજમાં સીટ કરતાં વધુ અરજીઓ આવે છે. જેમાંથી ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ લીધા બાદ થાય છે. ચાઈલ્ડ કેરનો અનુભવ હોય તેવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ કોલેજમાં શિક્ષણ લેનારને બ્રિટન ઉપરાંત ચીન, અમેરિકા અને મિડલ ઈસ્ટથી નોકરીની ઓફર પણ મળે છે.

(10:25 am IST)