Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ફિલિપાઇન્સમાં ૭.૧ ની તીવ્રતાનો મહાભૂકંપ : સુનામીની ચેતવણી

મિંદનાઓ ટાપુઓ ભૂકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા

જાકાર્તા,તા. ૧૨: બુધવારે રાત્રે ફિલિપાઇન્સનાં મિંદનાઓ ટાપુમાં ભૂકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રાત્રે ૧૧:૧૬ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૭.૧ નોંધાઈ હતી. આ ભૂકંપની ઉંડાઇ ૪૯ કિમી માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર ઇન્ડોનેશિયાનાં સુલાવેસીથી ૬૯૫ કિમી ઉત્ત્।ર-પૂર્વ હતું. અમેરિકી સુનામી ચેતવણી પ્રણાલીએ ભૂકંપને કારણે સુનામીની ચેતવણી જારી કરી છે.

ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે સંપત્ત્િ।નાં નુકસાનનાં અહેવાલ મળ્યા નથી. ઓકટોબર ૨૦૧૩ માં ફિલિપાઇન્સમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. બોહોલ ટાપુ પર ૭.૨ ની તીવ્રતાનાં ભૂકંપમાં ૨૨૦ લોકો માર્યા ગયા હતા. યુનિસેફ અનુસાર, આ ભૂકંપમાં આશરે ૩.૫ લાખ લોકો વિસ્થાપિત થયા હતા અને ૫૦,૦૦૦ દ્યરો નાશ પામ્યા હતા.

(10:25 am IST)