Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમેરિકા-બ્રિટનમાં બાળકોમાં સંક્રમણ વધતાં ભારત ચિંતિત

ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેરનું તોળાતું જોખમ : બાળકોમાં ભારે તાવ, પેટમાં દર્દ, ડાયેરિયા, ઉલટી, ત્વચા પર ચકામા, લાલ આંખો જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે

નવી દિલ્હી, તા.૧૧ : ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ દરમિયાન અમેરિકા અને બ્રિટને ચિંતા વધારી દીધી છે. અહીં બાળકોમાં સતત સંક્રમણનું જોખમ વધવાના કેસ સામે આવી રહ્યા છે. બંને જ દેશોમાં બાળકોમાં સંક્રમણના કેસ પહેલા જ બે લહેરની તુલનામાં વધી ગયા છે.

બાળકોમાં વધી રહેલા સંક્રમણના આ કેસે ભારત માટે પણ જોખમ વધારી દીધું છે. ત્રીજી લહેરને લઈને સતત બાળકો વધારે પ્રભાવિત હોવાની સંભાવના વર્તાવાઈ રહી છે. કોરોનાની ત્રીજી લહેરની અસર હવે જોવા મળી છે. આ લહેરમાં સૌથી વધારે અસર બાળકો પર થશે, જેના સંકેત પણ હવે ઝડપથી મળી રહ્યા છે. કેટલાક દેશોમાં બાળકોમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે પરંતુ અમેરિકા અને બ્રિટનમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે.

બાળકોમાં કેટલાક દિવસ સુધી ભારે તાવ, પેટમાં દર્દ, ડાયેરિયા, ઉલટી, ત્વચા પર ચકામા, લાલ આંખો અને હાથ-પગનું ઠંડુ થવુ જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. અરકંસાસના ચિલ્ડ્રન હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થનારા બાળકોની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ૭ નવજાત આઈસીયુમાં તો ૨ વેન્ટિલેટર પર જિંદગી સામે જંગ લડી રહ્યા છે. અલબામા, અરકંસાસ, લુસિયાના અને ફ્લોરિડામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમા સંક્રમણના કેસ વધવા લાગ્યા છે.

સૌથી વધારે કેસ લુસિયાનામાં સામે આવ્યા છે. અહીં ગત મહિને અંતિમ સપ્તાહમાં જ સૌથી વધારે ૪૨૩૨ સંક્રમણના કેસ સામે આવ્યા છે. અહીં ૧૫થી ૨૧ જુલાઈની વચ્ચે પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૬૬ બાળકોમાં વાયરસ મળ્યો છે. દરરોજ ૪૦ બાળકો દાખલ થઈ રહ્યા છે. ત્યાં ફલોરિડાના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ છે કે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના ૧૦,૭૮૫ કેસ સામે આવ્યા હતા. બ્રિટનના ૧૨થી ૧૯ વર્ષના બાળકોમાં સંક્રમણના કેટલાક કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી ૧૧,૦૪૮ બાળકોમાં સંક્રમણ મળ્યુ છે. એક અઠવાડિયામાં ૨૩થી ૩૦ જુલાઈની વચ્ચે ૨૨૪ બાળકોને દાખલ કરાયા છે.

ભારતમાં પણ બાળકોમાં સંક્રમણના કેસ સામે આવવા લાગ્યા છે. ખાસ વાત એ છે કે દેશમાં પહેલી લહેરની તુલનામાં બીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થયા છે. આ કારણ છે કે ત્રીજી લહેરનો સૌથી વધારે પ્રભાવ બાળકો પર થવાનો અંદેશો પણ જણાવાઈ રહ્યો છે.

સરકારના જણાવ્યા અનુસાર, બે અઠવાડિયામાં ઝાયડસ કેડિલાની વેક્સિનને ઈમરજન્સી યુઝની અનુમતિ મળી શકે છે. આનો ૧૨થી ૧૮ વર્ષ સુધીના બાળકો પર ટ્રાયલ થઈ છે. આ સિવાય ભારત બાયોટેકનો ૨થી ૧૮ વર્ષના બાળકો પર ટ્રાયલ લગભગ પૂરી થઈ ચૂકી છે.

નોવાવેક્સને પણ બાળકોના ટ્રાયલની અનુમતિ મળી ગઈ. બાયો ઈ એ પણ ટ્રાયલની મંજૂરી માંગી છે.

(12:00 am IST)