Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સોશિયલ મીડિયામાં ધૂમ : ‘બચપન કા પ્યાર સોંગ’ રીલીઝ : બાદશાહે આ ગીત સહદેવ સાથે પોતાની સ્ટાઇલમાં ગાયું

બાદશાહ તથા સહદેવ ઉપરાંત રિકો તથા આસ્થા ગિલે પણ પોતાનો અવાજ આપ્યો

મુંબઈ : સોશિયલ મીડિયામાં ‘બચપન કા પ્યાર સોંગ’ના સોંગને લોકોએ ખુબ જ પસંદ કર્યો છે. છત્તીસગઢની સ્કૂલના વિદ્યાર્થી સહદેવ દિરદોએ ગાયેલું ગીત સો.મીડિયામાં ઘણું જ વાઇરલ થયું હતું. હવે બાદશાહે આ ગીત સહદેવ સાથે પોતાની સ્ટાઇલમાં ગાયું છે.

ઇન્ટરનેટ સેન્સેશન બનેલો 10 વર્ષીય સહદેવે બાદશાહ સાથે આ ગીત ગાયું છે. બાદશાહ તથા સહદેવ ઉપરાંત રિકો તથા આસ્થા ગિલે પણ પોતાનો અવાજ આપ્યો છે. આ ગીત રિલીઝ થતાં જ સો.મીડિયામાં છવાઈ ગયું છે.

ગીતમાં સહદેવનો કૂલ તથા ડેશિંગ અવતાર જોવા મળ્યો છે. સહદેવ ગીતમાં કોઈ રોકસ્ટારની જેમ પર્ફોર્મ કરતો જોવા મળે છે. આ ગીતમાં સહદેવે વાઇરલ થયેલી ગીતની પંક્તિઓ ગાઈ છે. ગીત બાદશાહે લખ્યું છે અને સંગીત હિતેને આપ્યું છે. આ ગીતમાં સહદેવની ક્યૂટ લવ સ્ટોરી બતાવવામાં આવી છે.

 

બાદશાહનું આ વર્ઝન ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે બાદશાહે સહદેવનું ફ્યૂચર સિક્યોર કર્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના સુકમાના સહદેવનો પરિવાર ખેતી કરે છે. સાતમા ધોરણમાં ભણતા સહદેવે ટીચર્સની ડિમાન્ડ પર આ ગીત ગાયું હતું. ટીચર્સે આ વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. ત્યારબાદ સહદેવ ફેમસ થઈ ગયો હતો. તેની ક્લિપ વાઇરલ થઈ હતી. થોડાં દિવસ પહેલાં તે ‘ઇન્ડિયન આઇડલ 12’ના સેટ પર પણ આવ્યો હતો.

(12:00 am IST)