Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

200 વર્ષ જુના કોન્ડોમની ઓનલાઇન હરાજી : 19 સે.મી.ના ઐતિહાસિક કોન્ડોમને એમ્સટર્ડમના એક વ્યક્તિએ ખરીદ્યો

કોન્ડોમનું અનુમાનની કિંમત કરતા બેગણી વધારે કિંમતમાં વેચાણ: હરાજીની જાહેરાત થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

કોન્ડોમને ગર્ભ નિરોધક સાધનોમાં સૌથી વધારે સુરક્ષિત જ માનવામાં આવે છે. વિશ્વભરમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આજે નાનામાં નાની દુકાનથી તમામ મેડિકલ સ્ટોરમાં કોન્ડોમ સરળતાથી મળી રહે છે. કારણ કે તેની કિંમત વધારે હોતી નથી, એટલે સામાન્યથી લઈ બધા લોકો સરળતાથી મેળવી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે કોન્ડોમનો ઉપયોગ શરુઆતમાં માત્ર પૈસાદાર લોકો જ કરતા હતા. કલ્પના કરો કે આજથી 200 વર્ષ પહેલા કોન્ડોમની કિંમત શું હશે ? નથી ખબર તો અમે જણાવી દઈએ કે એ દિવસોમાં કોન્ડોમની કિંમત £460 (44 હજાર રુપિયા) હતી. જો તમે આ સમાચારને પાયાવિહોણા કહો છો તો આવો જાણીએ સત્યા શું છે ?

થોડા દિવસ પહેલા અંગ્રેજી સમાચાર પત્રોમાં છપાયેલા સમાચાર અનુસાર સ્પેનના એક નાના શહેરમાં એક બોક્સ મળી આવ્યું હતું. આ બોક્સને જ્યારે ખોલવામાં આવ્યું તો તેમાંથી એક કોન્ડોમ મળી આવ્યો હતો, જેનો આકાર 19 સેમી જણાવવામાં આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે આ કોન્ડોમ આશરે 200 વર્ષ જૂનો છે.

જ્યારે  કૈટાવિકીમાં આ કોન્ડોમની હરાજીની જાહેરાત કરવામાં આવી તો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેનું પરિણામ એ આવ્યું કે કોન્ડોમ તેના અનુમાનની કિંમત કરતા બેગણી વધારે કિંમતમાં વેચાણ થયું. આ ઐતિહાસિક કોન્ડોમને એમ્સટર્ડમના એક વ્યક્તિએ ખરીદ્યો છે. ઓનલાઈનથી હરાજી કરાયેલો આ કોન્ડોમ ખૂબ જ દુલર્ભ માનવામાં આવે છે. આવા દુલર્ભ કોન્ડોમ હવે મ્યૂઝિયમમમાં જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે 19 સેમી લાંબા આ કોન્ડોમ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોંઘો કોન્ડોમ બતાવવામાં આવી રહ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આજથી આશરે 200 વર્ષ પહેલા ખૂબ જ વધારે મોંઘો હોવા તથા તેને બનાવવામાં વધારે સમય લાગવાના (ટેકનિકલ સુવિધાઓ ન હોવાના) કારણે એ દિવસોમાં કોન્ડોમની કિંમત વધારે હતી અને તેનો ઉપયોગ પૈસાદાર લોકો જ કરતા. એ દિવસોમાં કોન્ડોમની લંબાઈ આશરે 15 સેમી લાંબી હતી. 19મી સદીમાં રબરના સસ્તા કોન્ડોમ બનાવવામાં આવતા ઘેટાના આંતરડામાંથી બનાવવામાં આવેલા કોન્ડોમ ધીમે-ધીમે ચલણમાંથી બહાર થયા હતા.

(12:13 am IST)