Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દેશમાં તહેવારની ઉજવણી હાલમાં યોગ્ય નથી : IMA

કોરોનાની બીજી લહેરનું જોર ઘટવા છતાં તકેદારી જરૂરી : કોઈ પણ પ્રકારના સામૂહિક સમારોહના આયોજનોને મંજૂરી આપતા પહેલા ફરી વિચાર કરવામાં આવે

નવી દિલ્હી, તા.૧૨ : કોરોનાની બીજી લહેરનુ જોર ભલે ઓછુ થયુ હોય પણ હાલમાં કોઈ પણ તહેવારની જાહેર ઉજવણી કરવી યોગ્ય નથી તેવુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો.જે એ જયલાલનુ કહેવું છે.

સાથે સાથે તેમણે સરકારને પણ અપીલ કરતા કહ્યુ હતુ કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સરકારને અનુરોધ કરે છે કે, કોઈ પણ પ્રકારના સામૂહિક સમારોહના આયોજનોને મંજૂરી આપતા પહેલા ફરી વિચાર કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૭૦૦૦ કેસ સામે આવ્યા છે.આ સાથે જ કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૩.૦૮ લાખ પર પહોંચી ગઈ છે.છેલ્લા ૨૪ કલાકમાં ૭૨૪ લોકોના મોત થયા છે.દેશમાં હાલમાં કોરોનાના ૪.૫૦ લાખ જેટલા સક્રિય કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે, દેશમાં રીકવરી રેટ ૯૭.૨૨ ટકા છે.જ્યારે રોજને પોઝિટિવિટી રેટ ૨.૫૯ ટકા છેદેશણાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨.૩૫ લાખ લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી છે.આ સાથે જ કોરોનાની વેકસીન લેનાર લોકોની સંખ્યા ૩૭.૭૩ કરોડ  થઈ ચુકી છે.

(8:45 pm IST)