Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

અમેરિકાએ ચીનની ૧૪ કંપનીઓને બ્લેક લિસ્ટ કરી

ચીનના શિનજિયાંગમાં મુસ્લિમો પર અત્યાચારનો વિરોધ : ચીનની વળતી કાર્યવાહી કરવાની ધમકી, ઉઈગુર સમુદાય પર થઈ રહેલા અત્યાચારના આરોપોને પણ ચીને ફગાવ્યા

વોશિંગ્ટન, તા.૧૨ : ચીનની સરકાર દ્વારા મુસ્લિમો પર શિનજિયાંગ પ્રાંતમાં થઈ રહેલા અત્યાચારના પગલે અમેરિકાએ ચીનની ૧૪ કંપનીઓને બ્લેક લિસ્ટ કરી દીધી છે. કંપનીઓ અમેરિકામાં વેપારી નહીં કરી શકે.

જેના પગલે હવે ચીન ભડકી ઉઠયુ છે અને અમેરિકાને ધમકી આપી છે કે, અમેરિકાને વળતો જવાબ આપવા માટે ચીન પણ જરુરી કાર્યવાહી કરશે અને સાથે સાથે ચીને ચીનના ઉઈગુર સમુદાય પર થઈ રહેલા અત્યાચારના આરોપોને પણ ફગાવી દીધા હતા.

ચીનની સરકારે કહ્યુ હતુ કે, અમેરિકાએ કરેલી કાર્યવાહી આંતરરાષ્ટ્રિય વેપારના નિયમોનુ ઉલ્લંઘન છે.ચીન પણ પોતાની કંપનીઓના અધિકારોનુ રક્ષણ કરવા માટે જરુરી કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ચીનની ૧૪ કંપનીઓ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરીને કહ્યુ હતુ કે, ચીન દ્વારા શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેમાં કંપનીઓ સીધી કે આડકતરી રીતે ચીનની સરકારને મંદદ કરી રહી છે.જેના પગલે કંપનીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ચીનમાં ઉઈગુર મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો વારંવાર ઉછળતો રહે છે.ચીને લેબર કેમ્પ બનાવીને મુસ્લિમોને તેમાં રાખ્યા છે અને તેમના પર અત્યાચાર કરવામાં આવી રહ્ય છે.

(7:33 pm IST)