Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જનસંખ્યા નિયંત્રણઃ કાયદો લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકારઃ ૬ ઓગષ્ટે રાજ્યસભામાં પ્રાઇવેટ મેમ્બર બીલ ઉપર ચર્ચા થશે

નવી દિલ્હી: જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની કવાયત શરૂ થઇ ગઇ છે. હવે 6 ઓગસ્ટે પ્રાઇવેટ મેમ્બર બિલ પર રાજ્યસભામાં ચર્ચા થશે. ભાજપ સાંસદ રાકેશ સિન્હાનું જનસંખ્યા નિયંત્રણને લઇને પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ થઇ ચુક્યુ છે. 6 ઓગસ્ટે રાકેશ સિન્હાના પ્રાઇવેટ મેમ્બર બિલ પર ચર્ચા થઇ શકે છે. બીજી તરફ આ મામલે રાજ્યસભા સાંસદ અનિલ અગ્રવાલનું પ્રાઇવેટ મેમ્બર બિલ પણ આપવામાં આવ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે મોનસૂન સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. જેમાં 19 બેઠક (કામકાજના દિવસ) હશે. 18 જુલાઇએ સદનના ફ્લોર લીડરની બેઠક મળશે, તે બાદ સદનની કાર્યવાહી ચલાવવા માટે બિઝનેસ એડવાઇજરી કમિટીની બેઠક મળશે.

સીએમ યોગીએ જાહેર કરી હતી જનસંખ્યા નીતિ

વિશ્વ જનસંખ્યા દિવસના પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 જાહેર કરી હતી, તેમણે કહ્યુ હતું કે વધતી જનસંખ્યા વિકાસમાં એક મોટો અવરોધ છે. બીજી તરફ દાવો કરવામાં આવી રહ્યો છે કે RSSના હસ્તક્ષેપથી જલ્દી જનસંખ્યા નિયંત્રણ કાયદા પર મોહર લાગી શકે છે. RSSનું માનવુ છે કે તેનાથી ભાજપને વિધાનસભા ચૂંટણીમાં સીધો ફાયદો થશે.

વિશ્વ હિન્દૂ પરિષદે ઉભા કર્યા સવાલ

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લાવવામાં આવેલી જનસંખ્યા નીતિ પર વિશ્વ હિન્દૂ પરિષદે સવાલ ઉભા કર્યા છે. વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે આ મામલે યુપી લૉ કમિશનને પત્ર લખ્યો છે.

વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા બિલમાં સામેલ એક બાળકની નીતિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. વીએચપીનું કહેવુ છે કે પબ્લિક સર્વેન્ટ અથવા અન્યને એક બાળક થવા પર ઇન્સેટિવ આપવાની વાત કરવામાં આવી છે. આ નિયમને બદલવો જોઇએ.

વન ચાઇલ્ડ પોલિસીનો નકારાત્મક પ્રભાવ

વિશ્વ હિન્દૂ પરિષદ તરફથી કહેવામાં આવ્યુ છે કે બે બાળકની નીતિ જનસંખ્યા નિયંત્રણ તરફ લઇ જાય છે પરંતુ બેથી ઓછા બાળકોની નીતિ આવનારા સમયમાં કેટલાક નકારાત્મક પ્રભાવ ઉભા કરી શકે છે.

વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા પોતાના પત્રમાં સવાલ ઉભા કરવામાં આવ્યા છે કે જો વન ચાઇલ્ડ પોલિસી લાવવામાં આવે છે તો તેનાથી સમાજમાં વસ્તીનું અસંતુલન ઉભુ થશે. એવામાં સરકારે આ મામલે ફરી વિચાર કરવો જોઇએ, નહી તે તેની અસર નેગેટિવ ગ્રોથ પર પડી શકે છે.

(5:01 pm IST)