Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ફોરેક્‍સ ટ્રેડિંગ-લોટરી ટિકીટની ખરીદી-કોલ બેન્‍ક સર્વિસીઝ સહિતના માટે ક્રેડિટ કાર્ડનો ઉપછોગ કરતા હો તો ચેતજોઃ અમુક ખાસ પ્રકારના પેમેન્‍ટ ક્રેડિટ કાર્ડથી કરવા ઉપર ભારતીય રિઝર્વ બેન્‍કનો પ્રતિબંધ

નવી દિલ્લીઃ ક્રેડિટ કાર્ડનો વપરાશ લગભગ દરેક લોકો કરે છે. પરંતુ તમે નહીં જાણતા હોવ કે  ક્રેડિટ કાર્ડથી અમુક પ્રકારનું Payment નથી કરી શકાતું. અમુક ખાસ પ્રકારના પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરવા પર ભારતીય રિઝર્વ બેન્કે પ્રતિબંધ મુક્યો છે. કેશલેસ થતાની સાથે જ ભારતમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આજના સમયમાં  લોકો શોપિંગ, ટ્રાવેલિંગ જેવા કામોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે.  ઘણી વખત એકાઉન્ટમાં રૂપિયા ના હોવાના કારણે મુશ્કેલ સમયમાં લોકો ક્રેડિટ કાર્ડ પર લોન પણ લે છે. સૌથી ખાસ વાત એ છે કે જો લોનની રકમ વધારે ના હોય તો લોન સરળતાથી મળી જાય છે.

ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા ખાસ નિયમ:

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ દરેક લોકો કરે છે પરંતુ આનાથી જોડાયેલા કેટલાક નિયમ ખૂબ ઓછા લોકો જાણે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ  અમુક પ્રકારના પેમેન્ટ માટે નથી કરી શકાતો. ભારતીય રિઝર્વ બેન્કે (RBI) અમુક ખાસ પેમેન્ટ્સ પર  ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર લગાવ્યો છે પ્રતિબંધ.

ક્રેડિટ કાર્ડથી આ પેમેન્ટ પર રોક:

RBIએ જે જગ્યાઓ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર રોક લગાવી છે તે આ છે.

1 ફોરેક્સ ટ્રેડિંગ

2 લોટરી ટિકિટની ખરીદી

3 કોલ બેંક સર્વિસેઝ

4 બેટિંગ (સટ્ટાબાજી)

5 સ્વીપસ્ટેક્સ (ઘોડાની રેસ પર રૂપિયા લગાવવા)

6 સટ્ટા સાથે જોડાયેલા ટ્રાન્જેક્શન

7 પ્રતિબંધિત મેગઝીન્સની ખરીદીનો પણ સમાવેશ થાય છે.

SBI ના કસ્ટમર્સને કર્યા ઈમેલ:

SBI એ પોતાના કસ્ટમર્સને ઈમેલ મોકલીને RBI ની આ ગાઈડલાઈનની જાણકારી આપી છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે  કેટલાક વિદેશી ફોરેક્સ ટ્રેડિંગ મરચન્ટ, કસીનો, હોટલ અને વેબસાઈટ છે જે  તમને આ સેવાઓ માટે પોતાના ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવાનું કહે છે પરંતુ  તે પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી ન કરવું.

જાણો શું છે નિયમ:

વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ, 1999 અને અન્ય લાગેલા નિયમો અંતર્ગત જણાવવામાં આવેલી જગ્યાઓ પર ખરીદી માટે  ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર પ્રતિબંધ છે. ભારતીય રિઝર્વ બેન્કે પોતાના નિયમોમાં કહ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન થશે તો કાર્ડ ધારકને ગુનેગાર ગણવામાં આવશે અને આ ઉપરાંત કાર્ડ ધારકનું કાર્ડ પણ જપ્ત થઈ શકે છે.

(4:47 pm IST)