Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વ્યાજખોર બેફામઃ વ્યાજ ન ચૂકવી શકતા મહિલા ઉપર બળાત્કારઃ પતિ સાથે મારપીટ

પુત્રના હૃદયની બીમારી માટે ૨૦ હજાર લીધાઃ ૧૦ ટકા વ્યાજ વસુલેલ

ભીલવાડાઃ પુત્રના હૃદયના ઇલાજ માટે ઉધાર લીધેલી રકમ એક સાથે પરત ન કરતા વ્યાજખોરે મહિલાને ધમકાવી તેની સાથે બળાત્કાર ગુજારેલ, પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

પોલીસ મુજબ એક મહિલાએ એસપીને રીપોર્ટમાં જણાવેલ કે તેના પુત્રના હૃદયમાં કાણું છે અને ઇલાજ માટે તેણે હમીરગઢના અશોક પાસેથી ૨૦ હજાર ઉછીના લીધેલ. તેના બદલે પતિ પાસેથી કોરા સ્ટેમ્પ અને ચેક સીકયોરીટી નામે લીધેલ. પતિએ ચાંદીના દાગીના પણ સાથે આપેલ. ૩ ટકાના હિસાબે વ્યાજ આપેલ. વ્યાજ સાથે અડધી મુળ રકમ પણ ચુકવેલ.

એપ્રિલથી લોકડાઉનના કારણે મહિલાના પતિનો ધંધો ઠપ્પ થયેલ. ઘરમાં ખાવાના વાંધા હતા. સમય પર વ્યાજ ન ચૂકવી શકાયેલ. પીડિતાએ આરોપ લગાવેલ કે ગયા મહિને અશોક અને અન્ય એક વ્યકિતએ તેને બોલાવેલ અને પુરી રકમ એક સાથે ચુકવવા ધમકાવેલ. ત્યારબાદ આરોપી ગેરકાયદે સંબંધ બનાવવા દબાણ કરતો.

ઉપરાંત પીડીતાએ જણાવેલ કે પતિની આર્થિક સ્થિતિ બગડયા બાદ આરોપી ઉધારની રકમ ઉપર વ્યાજ વધારીને ૧૦ ટકા કરેલ. ૮ જુલાઇએ અશોક ઘરે આવેલ અને પતિનું અપહરણ કરી એક જગ્યાએ બંધક બનાવી મારપીટ કરેલ.

 

(4:39 pm IST)