Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સંસદનું મોનસુન સત્ર ૧૯ જુલાઇથી ૧૩ ઓગસ્ટ સુધી યોજાશે

લોકસભા સ્પીકરે સંસદની મુલાકાત લઇને સમીક્ષા કરી

નવી દિલ્હી તા. ૧૨ : મોનસુન સત્રના પ્રારંભ પહેલા આજે લોકસભા સ્પીકર ઓમ બિડલાએ જાણકારી આપી કે મોનસુન સત્ર ૧૯ જુલાઇથી ૧૭ ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં ૧૯ બેઠક યોજાશે.

કોવિડના ખતરાને જોઇને મોન્સુન સત્ર માટે તેજ હિસાબથી તૈયારીઓ કરવામાં આવી છે. સંસદમાં આરટી-પીસીઆરની સુવિધા ૨૪ કલાક રહેશે. મોટા પ્રમાણમાં સાંસદ અને સ્ટાફે કોરોનાની રસી લગાવી દીધી છે. ઓમ બિડલાએ જણાવ્યું કે, ૧૮ જુલાઇએ ગૃહના ફલોર લીડરની બેઠક થશે. ત્યારબાદ ગૃહની કાર્યવાહી ચલાવા માટે બિઝનેસ એડવાઇઝરી કમિટિની બેઠક યોજાશે.

લોકસભા સ્પીકર ઓમ બિડલાએ કહ્યું કે, દરેક દળોને આગ્રહ છે કે જે પ્રકારે હાલમાં જે સહયોગ સંસદને ચલાવામાં મળ્યો છે આગળ પણ એવો જ સહયોગ પ્રાપ્ત થાય. ઓમ બિડલાએ વધુમાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ દરમિયાન ત્રણ સત્ર આયોજીત કરવામાં આવ્યા. જેમાં સામાન્યથી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(4:08 pm IST)