Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ક્રિપ્ટોકરંસીની ફેક એપ્સ કરી દેશે તમારૃં એકાઉન્ટ ખાલી

ફાયનાન્શીયલ એપ્સને થર્ડ પાર્ટીથી ડાઉનલોડ ન કરો

નવી દિલ્હી, તા ૧૨: છેલ્લા એક વર્ષમાં ક્રીપ્ટોકરંસીમાં રોકાણકારોની સંખ્યા વધી રહી છે. કાયદાકીય માન્યતા નહીં મળી હોવા છતાં પણ એમાં રોકાણ વધી રહ્યું છે. માટે રેગ્યુલેટર નહીં હોવાના કારણે એ વાતની પણ ખબર નથી પડતી કે ક્યુ પ્લેટફોર્મ વિશ્વસનીય છે અને ક્યુ નથી.  એવામાં ફેક એપ્સની મદદથી મોટા પાયે કૌભાંડ કરવામાં આવી રહ્યું છે.

સિક્યોરિટી ફર્મ લુકઆઉટે જણાવ્યું કે, અંદાજિત ૧૭૦ એન્ડ્રોઇડ એપ્સ છે જે ક્રિપ્ટો માઇનિંગની સુવિધા આપવાનો દાવો કરે છે. અને યુઝર્સ પાસેથી ચાર્જ પણ વસુલે છે. પરંતુ આ સ્કેમ છે. આ ૧૭૦ એપ્સમાંથી ૨૫ એપ તો ગુગલના પ્લેસ્ટોર પર પણ ઉપલબ્ધ છે. ફરિયાદ થયા બાદ ગૂગલે તેને હટાવી દીધી છે. ગુગલના પ્લે સ્ટોર પર પહેલા પણ ફેક એપ્સની ફરિયાદો રહી છે. ટેક કહે છે કે, આવી ફેક એપ્સ ગુગલના ઇન્ટર્નલ ચેક અને ડીટેકસનને પણ ચકમો આપે છે. તે સીધે સીધું એવું કોઈ કામ નહીં કરે જે ગૂગલની પોલિસીની વિરુદ્ધ હોય.

ટેક. એકસપર્ટે જણાવ્યું કે, ક્યારેય પણ આ પ્રકારની એપને થર્ડ પાર્ટી પાસેથી ડાઉનલોડ ના કરવી. કોઈ પણ એપને ગુગલના પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર થી જ ડાઉનલોડ કરવી. એનાથી રિસ્ક ઓછું રહે છે. ફેક એપમાં કોઈ પણ પ્રકારની ટર્મ્સ અને કન્ડિશન હોતી નથી.

 ફેક એપ્સ યુઝર્સ પાસેથી ચાર્જ પણ વસુલે છે

જો તમે પણ ક્રિપ્ટો કરન્સી માઇનિંગ એપ ડાઉનલોડ  કરવાનું વિચારી રહ્યા હોવ તો એ જાણકારી જરૂરથી મેળવી લેજો કે, ક્યાંક તમે પણ કોઈ પ્રકારના સ્કૅમનો શિકાર તો નથી બની રહ્યા ને. આવી એપ્સ યુઝર્સ પાસેથી ૧૨.૯૯ ડોલરથી લઇ ૨૫૯.૯૯ ડોલર સુધીનો ચાર્જ વસુલે છે. આ પેમેન્ટ ગુગલ પે થી કરવાનું કહેવામાં આવે છે.  તેમનો દાવો છે કે, આની મદદથી કેટલીક ડીઝીટલ કરન્સીનું માઇનિંગ કરવામાં આવી શકે છે.

(4:03 pm IST)