Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રસી - પ્લાઝમાંથી બનેલ એન્ટીબોડીને ચકમો આપે છે એપ્સીલોન વેરીયંટનો મ્યુટેશન

યુનિવસીર્ટી ઓફ વોશીંગ્ટન, સીએટલ અને વીઆઇઆર બાયોટેકનોલોજીનો પ્રોજેકટ

નવી દિલ્હીઃ સાર્સ કોવિડ-૨ના વેરીયન્ટની યાદીમાં એપ્સીલોન વેરીયંટ પણ સામેલ છે. જેનુ પહેલીવાર સેમ્પલ અમેરીકામાં માર્ચ ૨૦૨૦માં લેવાયુ હતુ પણ વિશ્વ આરોગ્ય સંગઠને આ વર્ષે ૫ માર્ચે તેને વેરીયંટ ઓફ ઇન્ટરેસ્ટમાં સામેલ કર્યો હતો. જેનુ મુખ્ય કારણ આ વેરીઅંટનું એકથી વધારે  દેશોમાં મળી આવવું અને સામુદાયીક સ્તરે સંક્રમણ ફેલાવાના હિસાબે જોખમપુર્ણ હોવુ છે. તેની પ્રસારની ક્ષમતાને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહયા છે.

આ અંગે હાલમાં જ એક આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ હેઠળ રિસર્ચરોએ તારણ પર આવ્યા કે એપ્સીલોન વેરીયંટના સ્પાઇક પ્રોટીનમાં ઉપસ્થિત ત્રણ મ્યુટેશનના કારણે તે એટલો ઘાતક અને સંક્રમણ છે કે રસીથી ઉત્પન્ન અથવા કોરોનામાંથી સાજા થવાના કારણે બનેલ એન્ટીબોડીને  પણ તે ચકમો આપી શકે છે. એટલુ જ નહિ, તે રસીકરણ વાળા લોકોના પ્લાઝમાંથી તૈયાર થયેલ એન્ટીબોડીની અસરકારકતા ઓછી કરવા માટે પણ સક્ષમ છે.

પ્લાઝમાંની વાયરસને નિષ્ક્રીય કરવાની ક્ષમતા એપ્સીલોન બાબતે ૨ થી ૩.૫ ગણી ઘટતી જોવા મળી છે. આ રિસર્ચમાં જાણવા મળ્યુ કે એપ્સીલોન, મ્યુટેશન દરમિયાન સ્પાઇક પ્રોટીનની સંરચના બદલવા વિસ્તરણ કરવા અને પુનઃ નિર્માણ માટે જવાબદાર છે. આ વેરીયંટ ઓછામાં ઓછા ૩૪ અન્ય દેશોમાં પણ મળી આવ્યો છે.

(3:20 pm IST)