Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ડર કે લાલચ ?

૬૦ હિંદુઓની સાથે કબૂલ કર્યો ઇસ્લામ : કલમ પાઠનો વીડિયો શેર કર્યો

નવી દિલ્હી તા. ૧૨ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૬૦થી વધુ હિંદુઓને સામુહિક રૂપથી ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવ્યા. આ મામલે અબ્દુલ રઉફ નિઝામની નામના એક વ્યકિત જાણ ધર્માતરણ પ્રક્રિયાનું સૂત્રધાર રહ્યું. એક ફેસબુક પોસ્ટમાં આરોપિતએ ખુશી વ્યકત કરીને લખ્યું, અલ્હમદુલીલ્લાહ આજે મારી નિગરાનીમાં ૬૦ લોકો મુસલમાન થયા છે. તેની માટે દુઆ કરવામાં આવે.

અબ્દુલ રઉફ નિઝામનીના ફેસબુક પ્રોફાઈલ મુજબ, તે પાકિસ્તાનના સિંધમાં મતલીમાં નગર સમિતિના અધ્યક્ષ છે. આરપિતના પ્રાઇવેટ પ્રોફાઈલ પર ૪૨૭૫ ફોલોઓર્સ છે. તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં એક ઇસ્લામી મોલવીને એ દાવો કરીને જોઈ શકાય છે કે તે તેની પ્રથમ નમાઝનો પાઠ હતો. મૌલવી નવા ધર્માતરીત લોકો સાથે વાત કરીને કહ્યું છે એક મુસલમાનનો જીવનનો એકમાત્ર હેતુ અલ્લાહને ખુશ કરવાનો છે. ત્યારે જીવનનો હેતુ પૂર્ણ થશે. ફકત તે લોકોનું જીવન આગળ વધે છે જેને અલ્લાહ પસંદ કરે છે. જેને અલ્લાહને ખુશ કરી લીધા તેની ઝીંદગી સફળ થઇ જાય છે.

પાકિસ્તાનનો સિંધ પ્રાંત ધર્મ પરિવર્તનનો ગઢ રહ્યો છે. તે પહેલા માર્ચમાં સિંધના કાંધ કોટ વિસ્તારથી કવિતા ઓડ નામની એક ૧૩ વર્ષના હિન્દૂ યુવતીનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. અને ત્યારબાદ ધર્મપરિવર્તન કરી દેવામાં આવ્યો છે. ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. અને તેને પાકિસ્તાની પત્રકાર નાઇલા ઇનાયતે ટ્વીટર પર શેર કર્યું.

વીડિયોમાં નાબાલિગ યુવતીને ધર્માતરણ સમારોહમાં ભરચુંડી મસ્જિદના કુખ્યાત મૌલવી મિયાંએ કરાવ્યું હતું. મૌલવી એક કટ્ટર રાજનેતા અને ગરીબ હિન્દૂ યુવતીઓના અપહરણ અને જબરદસ્ત ધર્માંતરણ માટે કુખ્યાત છે.

(1:01 pm IST)