Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

રસ્તાઓ ઉપર થતા અકસ્માતોને બિનજામીન લાયક અપરાધ ગણાવો : રોડ અકસ્માતને કારણે થતા મોતની સંખ્યામાં 199 દેશોમાં ભારત પ્રથમ ક્રમે : 2019 ની સાલમાં 67 ટકા જેટલી ઘટનાઓ બેદરકારી ભર્યા અને ફાસ્ટ ડ્રાયવિંગને કારણે થઇ : પરિવાર દીઠ બે થી વધુ વાહન રાખવા ઉપર પ્રતિબંધ મુકો : સુપ્રીમ કોર્ટમાં પિટિશન

ન્યુદિલ્હી : દેશમાં અને રાજ્યોમાં રસ્તાઓ  ઉપર થતા અકસ્માતોને બિનજામીન લાયક અપરાધ ગણવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. જેમાં જણાવાયું છે કે રોડ અકસ્માતને કારણે થતા મોતની સંખ્યામાં 199  દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે. દુનિયામાં થતા કુલ અકસ્માતો પૈકી 11 ટકા અકસ્માત એકલા ભારતમાં થાય છે. 2019 ની સાલમાં 67 ટકા જેટલી ઘટનાઓ બેદરકારી ભર્યા અને ફાસ્ટ ડ્રાયવિંગને કારણે થઇ હતી. આથી આવા અકસ્માતોને બિનજામીન  લાયક અપરાધ ગણવામાં આવશે તો ડ્રાયવિંગ કરનાર સાવચેત રહેશે. તેમજ જાનમાલની ખુવારી થતી અટકશે .
આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતીના આધારે શ્રીકાંત  પ્રસાદ નામક નાગરિક દ્વારા ઉપરોક્ત પિટિશન દાખલ કરવામાં આવી છે.

ઉપરાંત રોડ ઉપરના ભારે ટ્રાફિક ઉપર અંકુશ મેળવવા માટે પરિવાર દીઠ બેથી વધુ વાહન રાખવા ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી છે.તેવું એલ.એલ.એચ.દ્વારા  જાણવા મળે છે.

(12:38 pm IST)