Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

આખેઆખો મોબાઇલ ટાવર જ બઠાવી ગયા

અજીબો ગરીબ ચોરી! મધ્‍યપ્રદેશમાં ચોર એવી વસ્‍તુ ઉઠાવી ગયા કે પોલીસ પણ ચોંકી ગઇ

ગ્‍વાલીયર,તા. ૧૨: તમે જાત જાતની ચોરી વિશે સાંભળ્‍યુ હશે, પરંતુ આજે અમે તમને જે ઘટના વિશે જણાવીશું તેને જાણીને તમે ચોંકી ઉઠશો. તમે મંદિરમાંથી મૂર્તીની ચોરી, કારમાંથી પેટ્રોલની ચોરી, કારમાંથી બેટરી કે લોગોની ચોરી વિશે સાંભળ્‍યુ હશે પણ મધ્‍ય પ્રદેશના ગ્‍વાલિયરમાં આખેઆખો મોબાઇલ ટાવર જ ચોરો ઉઠાવી ગયા. ઘટના મધ્‍ય પ્રદેશના બહોડાપુરના ટ્રાન્‍સપોર્ટ નગરની છે. ચોરી થયેલો મોબાઇલ ટાવર GTL કંપનીનો હતો અને મોબાઇલ ટાવર ગત જાન્‍યુઆરી મહિનાથી બંધ હાલતમાં હતો. મોબાઇલ ટાવર બંધ થયા બાદ ત્‍યાના સ્‍ટાફને અન્‍ય જગ્‍યાએ શીફ્‌ટ કરવામાં આવ્‍યો હતો અને ટાવરની દેખરેખ કરવા માટે કોઇ ન હોવાથી ચોરોએ આ તકનો લાભ લઇ જ લીધો.

આ ટાવરની દેખરેખ માટે રામચંદ્ર તિવારી નામના એક વ્‍યક્‍તિને રાખવામાં આવ્‍યો હતો. આ ટાવરને એક ખેતરની વચ્‍ચે લગાવવામાં આવ્‍યો હતો અને કંપનીએ અહીંથી પોતાની ઓફિસ હટાવીને અન્‍ય જગ્‍યાએ શીફ્‌ટ કરી હતી, ત્‍યારબાદથી જ ટાવર બંધ હાલતમાં હતો. ચોરીની દ્યટનાને લઇને કંપનીએ ટાવર ચોરીની ફરિયાદ સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે. પોલીસ પણ આ મામલે સીસીટીવી કેમેરાના આધારે આગામી તપાસ કરી રહી છે.

ટાવરની ચોરી થયા બાદ જયારે તેની દેખરેખ રાખનાર ચંદ્ર પ્રકાશ ઘટના સ્‍થળે પહોંચ્‍યા તો તેઓ ચોંકી ઉઠ્‍યા. આખેઆખા ટાવરની જ ચોરી થઇ ગઇ હતી અને ફક્‍ત ટાવર જ નહીં તેની અંદર વપરાતા શેલ્‍ટર, સ્‍ટેબિલાઇઝર અને એર કંડિશનર પણ ચોરાઇ ગયુ હતું. ટાવર ચોરીની આ ઘટનાથી સૌ કોઇ ચોંકી ગયા છે. કોઇએ સપનામાં પણ નહીં વિચાર્યુ હોય કે મોબાઇલ ટાવરની પણ ચોરી થઇ શકે છે.

(11:58 am IST)