Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પેટ્રોલ આજે ફરી મોઘું : ૧૭થી વધુ રાજયોમાં કિંમત ૧૦૦ રૂપિયાને પાર

પેટ્રોલ ૨૮ પૈસા મોઘું થયું છે પરંતુ ડીઝલની કિંમતમાં ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે

નવી દિલ્‍હી,તા. ૧૨: આજે ૧૨ જુલાઈએ પેટ્રોલની કિંમતોમાં ફરીથી વધારો કરવામાં આવ્‍યો છે. પેટ્રોલ ૨૮ પૈસા મોંદ્યું થયું છે પરંતુ ડીઝલની કિંમતમાં ૧૬ પૈસાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. રાજધાની દિલ્‍હીમાં સોમવારે પેટ્રોલની કિંમત  ૧૦૧.૧૯ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ. બીજી તરફ, ડીઝલ ૮૯.૭૨ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

હાલના સમયમાં દેશના લગભગ ૧૭થી વધુ રાજયોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ રાજયોની યાદીમાં રાજસ્‍થાન, મધ્‍ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, લદાખ, કર્ણાટક, જમ્‍મુ અને કાશ્‍મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, દિલ્‍હી, પુડ્ડુચેરી અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

દેશના મુખ્‍ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ  દિલ્‍હી- પેટ્રોલ ૧૦૧.૧૯ રૂપિયા અને ડીઝલ ૮૯.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૧૦૭.૨૦ રૂપિયા અને ડીઝલ ૯૭.૨૯ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૧૦૧.૯૨ રૂપિયા અને ડીઝલ ૯૪.૨૪ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૧૦૧.૩૫ રૂપિયા અને ડીઝલ ૯૨.૮૧ રૂપિયા પ્રતિ લીટર છે.

(11:57 am IST)